Navsari Flood: નવસારીમાં પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાયો, જુઓ VIDIO
Navsari Flood: નવસારીમાં પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થતાં નદી ભયજનક સપાટીથી ૩ ફૂટ ઉપર વહી રહી છે, જેના કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સાવચેતીના ભાગરૂપે શાંતાદેવી સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
Advertisement
Navsari Flood: નવસારીમાં પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થતાં નદી ભયજનક સપાટીથી ૩ ફૂટ ઉપર વહી રહી છે, જેના કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સાવચેતીના ભાગરૂપે શાંતાદેવી સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યાં મનપા દ્વારા તેમના રહેવા અને ખાવા-પીવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં પૂર્ણા નદીની સપાટી ૨૬ ફૂટ પર સ્થિર છે અને પૂરની આ વિકટ પરિસ્થિતિ વચ્ચે અનેક પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.જુઓ વીડિયો..

