ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નવાઝુદ્દીન સિદ્દીકીનું હોલીવુડ ડેબ્યુ! 'લક્ષ્મણ લોપેઝ'માં લીડ રોલ મળ્યો

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં નવાઝુદ્દીન સિદ્દીકી છવાયો છે. 'ગેંગ્સ ઑફ વાસેપુર' ફેમ આ અભિનેતાએ કહ્યું, 'શરૂઆતથી, ક્રિસમસ ફિલ્મમાં કામ કરવા માંગતો હતો. અને તેણે અચાનક મારું ધ્યાન ખેંચ્યું. રોબર્ટો જીરાલ્ટ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યાં છેબોલિવૂડ એક્ટર હાલમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ મંગળવારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું.  સાથે જ નવાઝુદ્દીન સિદ્દીકી અમેરિકન
10:29 AM May 18, 2022 IST | Vipul Pandya
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં નવાઝુદ્દીન સિદ્દીકી છવાયો છે. 'ગેંગ્સ ઑફ વાસેપુર' ફેમ આ અભિનેતાએ કહ્યું, 'શરૂઆતથી, ક્રિસમસ ફિલ્મમાં કામ કરવા માંગતો હતો. અને તેણે અચાનક મારું ધ્યાન ખેંચ્યું. રોબર્ટો જીરાલ્ટ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યાં છેબોલિવૂડ એક્ટર હાલમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ મંગળવારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું.  સાથે જ નવાઝુદ્દીન સિદ્દીકી અમેરિકન
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં નવાઝુદ્દીન સિદ્દીકી છવાયો છે. 'ગેંગ્સ ઑફ વાસેપુર' ફેમ આ અભિનેતાએ કહ્યું, 'શરૂઆતથી, ક્રિસમસ ફિલ્મમાં કામ કરવા માંગતો હતો. અને તેણે અચાનક મારું ધ્યાન ખેંચ્યું. 
રોબર્ટો જીરાલ્ટ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યાં છે
બોલિવૂડ એક્ટર હાલમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ મંગળવારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું.  સાથે જ નવાઝુદ્દીન સિદ્દીકી અમેરિકન ઈન્ડીયન હોલિવુડ ફિલ્મ 'લક્ષ્મણ લોપેઝ'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રોબર્ટો જીરાલ્ટ આ ક્રિસમસ થીમ આધારિત ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં યુએસમાં રિલીઝ થવાની શક્યતા છે. નવાઝુદ્દીન સિદ્દીકીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે અચાનક આ પ્રોજેક્ટ કેમ સ્વીકાર્યો.
નવાઝુદ્દીને શા માટે આ ફિલ્મ સાઈન કરી?
આ સવાલના જવાબમાં, 'ગેંગ્સ ઓફ વાસેપુર' ફેમ અભિનેતાએ કહ્યું, "શરૂઆતથી, ક્રિસમસ ફિલ્મમાં કામ કરવું એ કંઈક અલગ છે અને તેણે અચાનક મારું ધ્યાન ખેંચ્યું. દિગ્દર્શક રોબર્ટો જીરોલ્ટે કેમેરાની સામે તેની શક્તિ અને આદેશ દર્શાવ્યો છે, અને તે જે રીતે કલાકારોની વિવિધ બાજુઓને ઉજાગર કરે છે તે રસપ્રદ છે.

નવાઝનું નામ જ સીધું જ ડાયરેક્ટરના મગજમાં આવ્યું 
નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું, 'આ એક સારો પ્રસ્તાવ હતો જેની હું હંમેશા રાહ જોઉં છું. મને ખાસ કરીને લક્ષ્મણ લોપેઝ નામ પણ ગમ્યું. નામે જ મારામાં ઉત્સુકતા પેદા કરી. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીને સાઈન કરવા પર રોબર્ટોએ કહ્યું, "સૌથી પહેલા જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી, ત્યારે મેં પરફેક્ટ લક્ષ્મણ લોપેઝને શોધવાનું શરૂ કર્યું." 
નવાઝુદ્દીન સિદ્દીકીનું રેડ કાર્પેટ  વોક
રોબર્ટોએ કહ્યું, 'મારું મન મને સીધો નવાઝુદ્દીન સિદ્દીકી પાસે લઈ ગયો. મેં તેમનું કામ જોયું છે અને હું જાણું છું કે આ પાત્ર તેમના વિશે સંપૂર્ણ રીતે અલગ ઓળખ બનાવશે. મંગળવારે, નવાઝુદ્દીન સિદ્દીકી રેડ કાર્પેટ પર દેખાયા તે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની ભારતીય  ફિલ્મ પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે  કાન્સમાં જોડાયો છે. 
Tags :
cansfimfestivalEntertainmentNewsGujaratFirstNawazuddinSiddiqui
Next Article