સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં લાલિયાવાડી! ઉંદરો ફરતા જોવા મળ્યા
સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ઉંદરો ફરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જે હોસ્પિટલની બેદરકારીને ઉજાગર કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઉંદરો દર્દીઓની પાણીની બોટલ અને ગ્લુકોઝની બોટલ પર ચડીને ફરતા જોવા મળ્યા છે.
Advertisement
- સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં મોટી લાલિયાવાડી!
- રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી રહ્યા છે ઉંદર
- ઉંદર ફરતા હોવાનો વીડિયો વાઇરલ થતાં તંત્રની કામગીરી સામે સવાલ
- ગુજરત ફર્સ્ટનાં અહેવાલની અસર, અધિક્ષકે કાર્યવાહીની આપી ખાતરી
Rajkot : સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ઉંદરો ફરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જે હોસ્પિટલની બેદરકારીને ઉજાગર કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઉંદરો દર્દીઓની પાણીની બોટલ અને ગ્લુકોઝની બોટલ પર ચડીને ફરતા જોવા મળ્યા છે. ગંભીર વાત એ છે કે, કેટલાક દર્દીઓને ઉંદરે કરડી નાખ્યાની ઘટનાઓ પણ સામે આવી છે, જેના કારણે સારવાર લેવા આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભયનો માહોલ છવાયો છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હોસ્પિટલના અધિક્ષકે તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જોકે, આ ઘટનાએ હોસ્પિટલ તંત્રની વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.
Advertisement


