હવે બ્લડ ટેસ્ટથી કેન્સર છે કે નહી તે જાણી શકાશે, જાણો
કેન્સર (Cancer) છે કે નહી તે હવે બ્લડ ટેસ્ટ (Blood Test) કરીને જ જાણી શકાશે એક સંશોધનમાં આ વાતનો ખુલાસો થયો છે. ડોક્ટરો માટે પણ તે ખૂબ જ સરળ બની ગયું છે. વાસ્તવમાં કેન્સર સ્ક્રીનીંગ પર કામ ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું અને હવે સાધારણ બ્લડ ટેસ્ટમાં પણ કેન્સર શોધી શકાય છે. તે મલ્ટી-કેન્સર અર્લી ડિટેક્શન (MCED) કેન્સર સ્ક્રીનીંગ છે. કહેવામાં આવી રહ્યું છે કે તે સ્ક્રીનિંગ ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. કેનà«
Advertisement
કેન્સર (Cancer) છે કે નહી તે હવે બ્લડ ટેસ્ટ (Blood Test) કરીને જ જાણી શકાશે એક સંશોધનમાં આ વાતનો ખુલાસો થયો છે. ડોક્ટરો માટે પણ તે ખૂબ જ સરળ બની ગયું છે. વાસ્તવમાં કેન્સર સ્ક્રીનીંગ પર કામ ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું અને હવે સાધારણ બ્લડ ટેસ્ટમાં પણ કેન્સર શોધી શકાય છે. તે મલ્ટી-કેન્સર અર્લી ડિટેક્શન (MCED) કેન્સર સ્ક્રીનીંગ છે. કહેવામાં આવી રહ્યું છે કે તે સ્ક્રીનિંગ ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. કેન્સર સ્ક્રીનીંગમાં સુધારો કરવા માટે કામ કરતી હેલ્થકેર કંપની GRAIL દ્વારા પાથફાઈન્ડર અભ્યાસના ભાગરૂપે 6,662 વ્યક્તિઓ વચ્ચે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે પાથફાઈન્ડર સ્ટડીમાં 50 અને તેથી વધુ ઉંમરના 6,600 થી વધુ લોકોના લોહીનું ટેસ્ટ કરવામાં આવ્યું, જે બાદ આ રોગના ઘણા નવા કેસ મળી આવ્યા છે. આ ટેસ્ટ 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના દર્દીઓમાં હાથ ધરવામાં આવી હતી કારણ કે આ ઉંમરના લોકોને કેન્સરનું જોખમ વધારે હોય છે. આવી સ્થિતિમાં, ઘણા કેન્સર પ્રારંભિક તબક્કામાં હતા ત્યારબાદ આ તપાસનો અહેવાલ પેરિસમાં યુરોપિયન સોસાયટી ફોર મેડિકલ ઓન્કોલોજી (ESMO) કોંગ્રેસ 2022 માં રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રથમ વખત છે કે પરીક્ષણ પરિણામો પ્રકાશિત કરવામાં આવ્યા છે. સંશોધકોએ કહ્યું કે, ભવિષ્યમાં કેન્સરના ચિહ્નો સરળતાથી શોધી શકાશે.
ટેસ્ટમાં 92 દર્દીઓમાં કેન્સરના ચિહ્નો જોવા મળ્યા હતા. ગ્રેઇલે (GRAIL) જાહેર કર્યું કે, કન્ફર્મ થયેલ કેન્સર પૈકી 71% કેન્સરના પ્રકારો ધરાવતા હતા જેમની કોઈ નિયમિત કેન્સર સ્ક્રીનીંગ નથી. નવા પરીક્ષણથી કેન્સર સ્ક્રિનિંગમાં વધુ વધારો થવાની અપેક્ષા છે અને વધુ સારા ઉપચારની વ્યૂહરચના તૈયાર કરવાની શક્યતા છે.
ગ્રેલના પ્રમુખ મેડિકલ ઓફિસર જેફ્રી વેનસ્ટ્રોમે જણાવ્યું કે, MCED કેન્સર સ્ક્રીનિંગ સૌથી વધારે કેન્સર પીડિતોને ડિટેક્ટ કર્યાં છે. તેમાં નાના લીવર, નાનું આંતરડૂં અને ગર્ભાશયના સ્ટેજ 1 અને સ્ટેજ 2 અગ્નાશય, હાડકા અને ઓરોફરીન્જિયલ જેવા કેન્સર સામેલ છે. સ્ટડીમાં 11 જુદાં-જુદાં પ્રકારના કેન્સરની જાણકારી મળી જેની આજે કોઈ સ્ટાન્ડર્ડ તપાસ ઉપલબ્ધ નથી.


