ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઓમિક્રોન અને ડેલ્ટામાંથી બન્યો નવો ખતરનાક વાયરસ, WHOએ કહ્યું જે ડર હતો તે જ થયું

વિશ્વભરમાં હાલ ચિંતાનો માહોલ ચાલી રહ્યો છે. રશિયા યુક્રેનનું યુદ્ધ હોય કે પછી કોરોના હોય. મોંઘવારી હોય કે પછી બેરોજગારી હોય. ચારે બાજુ બસ ચિંતા ચિંતા ચિંતા. ત્યારે આજે વધુ એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના કેસમાં થયેલા ઘટાડાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તરફથી એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. તાજેતરના એક અ
10:44 AM Mar 12, 2022 IST | Vipul Pandya
વિશ્વભરમાં હાલ ચિંતાનો માહોલ ચાલી રહ્યો છે. રશિયા યુક્રેનનું યુદ્ધ હોય કે પછી કોરોના હોય. મોંઘવારી હોય કે પછી બેરોજગારી હોય. ચારે બાજુ બસ ચિંતા ચિંતા ચિંતા. ત્યારે આજે વધુ એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના કેસમાં થયેલા ઘટાડાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તરફથી એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. તાજેતરના એક અ

વિશ્વભરમાં હાલ
ચિંતાનો માહોલ ચાલી રહ્યો છે. રશિયા યુક્રેનનું યુદ્ધ હોય કે પછી કોરોના હોય.
મોંઘવારી હોય કે પછી બેરોજગારી હોય. ચારે બાજુ બસ ચિંતા ચિંતા ચિંતા. ત્યારે આજે
વધુ એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના કેસમાં થયેલા ઘટાડાને
કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (
WHO)
તરફથી એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે.
તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસના ડેલ્ટા અને ઓમિક્રોન
વેરિઅન્ટ મળીને નવો વાયરસ બની ગયો છે અને
તેના પુરાવા પણ મળ્યા છે. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે ડેલ્ટા અને
ઓમિક્રોનના ઝડપી પ્રસારને કારણે આ ડર પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો.


WHOનું કહેવું છે કે ઓમિક્રોન અને ડેલ્ટાના રિકોમ્બિનન્ટ વાયરસ ફેલાઈ
રહ્યા છે.
WHO ના વૈજ્ઞાનિક મારિયા વાન કારખોવે ટ્વીટ
કર્યું છે કે
SARSCov2 ના ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ્સ
એકસાથે ફેલાઈ શકે છે. તેમનું પરિભ્રમણ ઝડપી હોઈ શકે છે. તેણે એમ પણ લખ્યું કે અમે
તેને ટ્રેક કરી રહ્યા છીએ અને તેના પર વાતચીત પણ થઈ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું
છે કે ડેલ્ટા અને ઓમિક્રોનથી બનેલો નવો વાયરસ કેટલો ખતરનાક છે. આ અંગે ઘણા અભ્યાસ
ચાલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ
આ વાયરસનો પ્રકોપ ફ્રાન્સમાં જાન્યુઆરી 2022માં શરૂ થઈ ચૂક્યો છે. આ પહેલા પણ ઘણા વૈજ્ઞાનિકો કહી ચુક્યા છે કે
કોરોના વાયરસના ઘણા સ્વરૂપો સામે આવશે.


મારિયાએ
વાઈરોલોજિસ્ટ જેરેમી કામિલના ટ્વીટને રીટ્વીટ કર્યું છે. આ ટ્વિટ પ્રમાણે
ડેલ્ટા-ઓમિક્રોનના મિશ્રિત વાયરસના
નક્કર પુરાવા મળ્યા છે. તે ફ્રાન્સમાં જાન્યુઆરી
2022 થી ફેલાઈ રહ્યો છે. આ સાથે ડેનમાર્ક અને નેધરલેન્ડ્સમાં પણ સમાન પ્રોફાઇલના વાયરસ મળી આવ્યા છે.
જો કે
WHOએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હજુ
સુધી વાયરસ ઘાતક હોવાના કોઈ નક્કર પુરાવા નથી.

 

Tags :
CoronaUpdatesCoronaVirusDeltaGujaratFirstOmicron
Next Article