ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હરિયાણામાં IPS અધિકારીના સુસાઈડ કેસમાં નવો વળાંક!

હરિયાણાના IPS પૂરન કુમાર સુસાઈડ કેસમાં હવે નવો ચોંકાવનારો વળાંક આવ્યો છે. ASI સંદીપ લાઠરે વીડિયો અને સુસાઈડ નોટ છોડીને આત્મહત્યા કરી છે. વીડિયોમાં તેમણે IPS પૂરન કુમાર પર હેરાનગતીના ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને કહ્યું છે કે તેમણે ભ્રષ્ટ સિસ્ટમ સામે શહાદત આપી છે. આ ઘટનાએ આખા દેશમાં ચર્ચા જગાવી છે.
10:04 AM Oct 15, 2025 IST | Hardik Shah
હરિયાણાના IPS પૂરન કુમાર સુસાઈડ કેસમાં હવે નવો ચોંકાવનારો વળાંક આવ્યો છે. ASI સંદીપ લાઠરે વીડિયો અને સુસાઈડ નોટ છોડીને આત્મહત્યા કરી છે. વીડિયોમાં તેમણે IPS પૂરન કુમાર પર હેરાનગતીના ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને કહ્યું છે કે તેમણે ભ્રષ્ટ સિસ્ટમ સામે શહાદત આપી છે. આ ઘટનાએ આખા દેશમાં ચર્ચા જગાવી છે.

Haryana IPS suicide case : સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી હરિયાણાના IPS અધિકારી પૂરન કુમારની આત્મહત્યાની ઘટનામાં એક ચોંકાવનારો નવો વળાંક આવ્યો છે. 7 ઓક્ટોબરે ચંદીગઢ ખાતે પોતાના આવાસમાં ગોળી મારીને આત્મહત્યા કરનાર IPS અધિકારીના કેસમાં હવે ASI (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર) સંદીપ લાઠરે પણ સુસાઈડ નોટ લખી અને વીડિયો જાહેર કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.

આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વીડિયોમાં ASI સંદીપ લાઠરે મૃતક IPS પૂરન કુમાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને જણાવ્યું છે કે, 'મને IPS પૂરન કુમારે હેરાન કર્યો. DGP સાહેબ ઈમાનદાર છે, પરંતુ આ ભ્રષ્ટ સિસ્ટમ સામે મેં શહાદત આપી છે.' ASI એ લમણે ગોળી મારીને જીવનનો અંત આણ્યો છે. ASI દ્વારા લગાવવામાં આવેલા આ મોટા આરોપો સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ હાઈ-પ્રોફાઇલ કેસમાં કેવા અને કેટલા નવા ખુલાસા થાય છે.

આ પણ વાંચો :   વડોદરામાં વાહન ચોર ગેંગનો પર્દાફાશ! 14 ચોરીના વાહનો સાથે 2 આરોપીઓ ઝડપાયા

Tags :
ASI Sandeep Lathar suicideASI Sandeep Lathar videoASI shoots himselfChandigarh incidentcorruption in police systemGujarat FirstHaryana IPS suicide caseHaryana latest newsHaryana police newsHigh Profile Suicide CaseIPSIPS harassment allegationsIPS Puran Kumar controversypolice officer suicide newsPuran Kumar IPSshocking twist in IPS casesuicide note video
Next Article