વર્ક ફ્રોમ હોમના નવા નિયમો, જાણો ક્યારથી અમલમાં આવશે
સરકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં WFHની વર્કફ્રોમ હોમના નવા નિયમોની જાહેરાત કરી છે. સેઝના ડેવલપમેન્ટ કમિશનરોએ વર્ક ફ્રોમ હોમને એક વર્ષ અને કુલ સ્ટાફના 50 ટકા જેટલા કર્મચારીઓને વર્કફ્રોમ હોમ આપવાની સત્તા આપી છે. જાહેર કરેલા એક નોટિફિકેશનમાં સરકારના વાણિજ્ય મંત્રાલય તરફથી કહ્યું છે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં મહત્તમ એક વર્ષના સમયગાળા માટે ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવશે, à
Advertisement
સરકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં WFHની વર્કફ્રોમ હોમના નવા નિયમોની જાહેરાત કરી છે. સેઝના ડેવલપમેન્ટ કમિશનરોએ વર્ક ફ્રોમ હોમને એક વર્ષ અને કુલ સ્ટાફના 50 ટકા જેટલા કર્મચારીઓને વર્કફ્રોમ હોમ આપવાની સત્તા આપી છે. જાહેર કરેલા એક નોટિફિકેશનમાં સરકારના વાણિજ્ય મંત્રાલય તરફથી કહ્યું છે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં મહત્તમ એક વર્ષના સમયગાળા માટે ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવશે, અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ સહિત કુલ કર્મચારીઓના મહત્તમ 50 ટકા કર્મચારીઓને વર્કફ્રોમ હોમ આપી શકાશે. ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય હેઠળના વાણિજ્ય વિભાગે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ રૂલ્સ, 2006માં WFH માટે નવો નિયમ 43A જાહેર કર્યો છે.
નોટિફિકેશન મુજબ, દેશભરમાં વર્ક ફ્રોમ હોમ પોલિસીની જોગવાઈ કરવાની ઉદ્યોગ એકમોની માંગ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં દેશવ્યાપી યુનિફોર્મ વર્ક ફ્રોમ હોમ (WFH) નીતિની જોગવાઈ કરવા માટે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ, વાણિજ્ય વિભાગે તમામ સૂચનો ફાઇનલ કરતા પહેલા વિવિધ કંપનીઓ સાથે ચર્ચાના ઘણા રાઉન્ડ પણ કર્યા હતાં.
વાણિજ્ય વિભાગે મંગળવાર, જુલાઈ 19 ના રોજ જારી કરાયેલ તેના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સરકારે કહ્યું કે નવો નિયમ SEZમાં એક યુનિટના ચોક્કસ વર્ગના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપે છે. જેમાં IT, ITES તેમજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના SEZ એકમોના આ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ii. કર્મચારીઓ કે જેઓ અસ્થાયી રૂપે અક્ષમ છે
iii મુસાફરી કરતા કર્મચારીઓ, એટલે કે ઓફિસ ટાઉનથી દૂરના કર્મચારીઓ
iv ઑફસાઇટ કામ કરતા કર્મચારીઓ
નવા નોટિફિકેશન મુજબ, એકમના કરાર આધારિત કર્મચારીઓ સહિત કુલ કર્મચારીઓના મહત્તમ 50 ટકા સુધીના કર્મચારીઓને ઘરેથી કામ કરાવી શકાય છે. તેમ મુજબ SEZના ડેવલપમેન્ટ કમિશનર (DC) ને લેખિતમાં નોંધયેલી કોઈપણ કંપનીની કુલ સંખ્યામાંના કર્મચારીઓમાંથી 50 ટકા સંખ્યા કર્મચારીઓને વર્ક ફ્રોમ બોમ આપી શકાય છે.
“હવે ઘરેથી કામ કરવાની મહત્તમ એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે. જો કે, ડીસી દ્વારા કહેવાયું છે કે એક વર્ષના સમયગાળા બાદ જે તે ઓફિસની વિનંતી પર આને વધુ લંબાવી શકાય છે, ”
SEZના એવા એકમોના સંબંધમાં જેમના કર્મચારીઓ પહેલેથી જ ઘરેથી કામ કરી રહ્યા છે, જેમાં નોટિફિકેશનમાં મંજૂરી મેળવવા માટે 90 દિવસના સમયગાળાની જોગવાઈ કરવામાં આવી છે. નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નવા નિયમ હેઠળ ઘરેથી કામ કરતા કર્મચારીઓને જે તે કંપની તરફથી સાધનો અને સુરક્ષિત કનેક્ટિવિટી આપવા માટે જે તે SEZ યુનિટની જવાબદાર રહેશે. રહેશે એટલે કે જો તમે વર્કફ્રોમ હોમ કરી રહ્યાં છો તો સિસ્ટમ,મોબાઇલ લેપટોપ કે કમ્પ્યુટર જેવા ગેજેટ્સ તેમજ ઇન્ટનેટની કનેક્ટિવિટી પણ જે તે કંપનીઓએ આપવી પડશે.
સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઘરથી કામ કરવાના નિયમો લાગુ પડે છે, જે ભારતના તમામ રાજ્યોમાં જે આર્થિક ધારા- ધોરણોના જે વર્તમાન નિતિ નિયમો છે તે મુજબ જ રહેશે. સાથે જ જો કોઇ ન્યાયિક ગૂંચવણ ઉભી થોય તો જો તો વિસ્તારના સ્થાનિક કાર્યક્ષેત્રને આધિન રહેશે. સાથે જ આ નિયમો જેમાં IT ક્ષેત્ર જેવા ક્ષેત્રોમાં વિદેશી રોકાણને આકર્ષવા માટે કરવામાં આવે છે. હાલમાં ભારતમાં મુખ્ય આઠ કાર્યકારી સેઝ છે જેમાં સાંતાક્રુઝ (મહારાષ્ટ્ર), કોચીન (કેરળ), કંડલા અને સુરત (ગુજરાત), ચેન્નાઈ (તમિલનાડુ), વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), ફાલ્તા (પશ્ચિમ બંગાળ) અને નોઈડા (ઉત્તર પ્રદેશ) નો સમાવેશ થાય છે.


