ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કચ્છીઓ માટે અષાઢી બીજનું પર્વ એટલે નવું વર્ષ, જાણો કેવી રીતે કચ્છમાં ઉજવાય છે આ પર્વ

અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાની સાથે કચ્છીઓનું નૂતન વર્ષ. ન માત્ર કચ્છમાં પરંતુ સમગ્ર દુનિયામાં જ્યાં કચ્છીઓ વસતાં હોય તે લોકો અષાઢી બીજ પર કરતા હોય છે નવા વર્ષની ઉજવણી. ત્યારે કચ્છમાં અષાઢી બીજ પહેલાનો કેવો છે માહોલ આવો જોઈએ.. કોટે ટહુક્યા મોર, વાદળ ચમકી વીજમારા વાળાને ને સોરઠ સાંભળ્યો, જોને આવી રૂડી રૂપાળી આ અષાઢી બીજ! ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અષાઢી બીજનું અનેàª
11:37 AM Jun 30, 2022 IST | Vipul Pandya
અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાની સાથે કચ્છીઓનું નૂતન વર્ષ. ન માત્ર કચ્છમાં પરંતુ સમગ્ર દુનિયામાં જ્યાં કચ્છીઓ વસતાં હોય તે લોકો અષાઢી બીજ પર કરતા હોય છે નવા વર્ષની ઉજવણી. ત્યારે કચ્છમાં અષાઢી બીજ પહેલાનો કેવો છે માહોલ આવો જોઈએ.. કોટે ટહુક્યા મોર, વાદળ ચમકી વીજમારા વાળાને ને સોરઠ સાંભળ્યો, જોને આવી રૂડી રૂપાળી આ અષાઢી બીજ! ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અષાઢી બીજનું અનેàª
અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાની સાથે કચ્છીઓનું નૂતન વર્ષ. ન માત્ર કચ્છમાં પરંતુ સમગ્ર દુનિયામાં જ્યાં કચ્છીઓ વસતાં હોય તે લોકો અષાઢી બીજ પર કરતા હોય છે નવા વર્ષની ઉજવણી. ત્યારે કચ્છમાં અષાઢી બીજ પહેલાનો કેવો છે માહોલ આવો જોઈએ.. 
  • કોટે ટહુક્યા મોર, વાદળ ચમકી વીજ
  • મારા વાળાને ને સોરઠ સાંભળ્યો, જોને આવી 
  • રૂડી રૂપાળી આ અષાઢી બીજ! 
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અષાઢી બીજનું અનેરું મહત્વ હોય છે. કચ્છીઓ અષાઢી બીજના પર્વ પર નવા વર્ષના વધામણા કરતા હોય છે. દિવાળીની જેમ કચ્છીઓ અષાઢી બીજના પર્વની ઉજવણી કરતા હોય છે. અષાઢી બીજના પર્વ પર કચ્છીઓના ઘરે તોરણ લગાવવામાં આવે છે, ઘરે મીઠાઈઓ તૈયાર કરાય છે. નવા કપડા પહેરીને મંદિરના દર્શને જતા હોય છે. લોકો એકબીજાના ઘરે જઈ મોં મીઠું કરાવતા હોય છે. અંજાર ખાતે સચ્ચિનંદ મંદિરે અષાઢી બીજના પહેલાથી ભકતો ઉમટી પડ્યા હતા. ભકતોએ મહંત ત્રિકમદાસજી મહારાજના આશિર્વાદ મેળવ્યા હતા.
અષાઢી બીજના પર્વ પર વતનમાં નવું વર્ષ ઉજવવા માટે મુંબઈથી કાંદિવલી, બોરીવલી, મૂલુંડ, થાણા, કોલ્હાપુર અને ચેન્નઈમાં વસતા લોકો માદરે વતન નવા વર્ષના વધામણા કરવા આવતા હોય છે.
કચ્છના મુખ્ય મથક અંજારમાં  આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી, મુંન્દ્રા, નખત્રાણા અને લખપત સહિતના વિસ્તારોમાં અષાઢી બીજ પર્વ પર અનેરો માહોલ જોવા મળતો હોય છે.
Tags :
GujaratFirst
Next Article