Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સામાન્ય પ્રજાને પડતી અગવડના સમાચારોને પ્રાધાન્ય અપાય તે જરુરી છે

​રોજેરોજ વર્તમાનપત્રોમાં વિમાની સેવાના સંદર્ભમાં બીજા સમાચારોની સાથે એકાદ સમાચાર એવા પણ છપાય છે કે અમુક ફલાઈટ મોડી પડી પછી એનું કારણ પણ આપવામાં આવે છે જે કારણ અસાધારણ કે અનઅપેક્ષિત હોતું નથી. એક સમાચાર છપાયા.. “વરસાદને કારણે અમદાવાદથી ઉપડતી ને આવતી ત્રણ ફલાઈટો મોડી પડી” અને પછી એ સમાચારનો લાંબો રીપોર્ટ પણ છપાય છે.આપણે વિચાર કરીએ તો દેશની કુલ વસ્તીના પ્રમાણમાં વિમાનમાં અવર જવર à
સામાન્ય પ્રજાને પડતી અગવડના સમાચારોને પ્રાધાન્ય અપાય તે જરુરી છે
Advertisement
​રોજેરોજ વર્તમાનપત્રોમાં વિમાની સેવાના સંદર્ભમાં બીજા સમાચારોની સાથે એકાદ સમાચાર એવા પણ છપાય છે કે અમુક ફલાઈટ મોડી પડી પછી એનું કારણ પણ આપવામાં આવે છે જે કારણ અસાધારણ કે અનઅપેક્ષિત હોતું નથી. એક સમાચાર છપાયા.. “વરસાદને કારણે અમદાવાદથી ઉપડતી ને આવતી ત્રણ ફલાઈટો મોડી પડી” અને પછી એ સમાચારનો લાંબો રીપોર્ટ પણ છપાય છે.
આપણે વિચાર કરીએ તો દેશની કુલ વસ્તીના પ્રમાણમાં વિમાનમાં અવર જવર કરનારાઓની સંખ્યા કેટલી? આ પ્રકારના સમાચાર એવાં નાનકડાં વર્ગ માટે કદાચ મહત્વના છે પણ વર્તમાનપત્ર વાંચનારાઓની સંખ્યાને જોતાં વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થતાં અને જગ્યા રોકતાં આવા સમાચારોનું કોઈ ઔચિત્ય જણાતું નથી.
કદાચ સ્વત્રંતા પૂર્વેની ગુલામી મનોદશા હજુ થોડે ઘણે અંશે પણ વર્તમાનપત્રને પ્રભાવિત કરતી હોય તે કારણ પણ હોઈ શકે અને અન્ય કારણો પણ હોઈ શકે પણ આવા “ફલાઈટ વહેલી મોડી પડવાના” સમાચારોને સ્થાને દેશની ગ્રામ્ય વિસ્તારની સામાન્ય પ્રજાને પડતી અગવડો કે અડચણોના સમાચારોને વધારે મહત્વ આપવામાં આવે તે ઇચ્છનીય છે.
આપણી લોકશાહી પરંપરા અને એમાં સહુને સમાન દરજ્જો આપવાની બંધારણીય જોગવાઈઓ સાથે આ પ્રકારના સમાચારોનો બહું મેળ ખાતો નથી. 
Tags :
Advertisement

.

×