Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નીતિશે PM બનવાની લાલસામાં BJPની પીઠમાં માર્યો છરો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહરાના પ્રવાસે છે, જ્યા તેમણે પૂર્ણિયાના રંગભૂમિ મેદાનમાં 'જન ભાવના મહાસભા' માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે જ્યારે હું અહીં સરહદી જિલ્લાઓમાં છું ત્યારે લાલુ પ્રસાદ યાદવ અનેે નીતિશ કુમારની જોડીના પેટમાં દુખાવો થાય છે.   નીતિશ કોઇ રાજકીય વિચારધારાના પક્ષમાં નથી : અમિત શ
નીતિશે pm બનવાની લાલસામાં bjpની પીઠમાં માર્યો છરો   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
Advertisement
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહરાના પ્રવાસે છે, જ્યા તેમણે પૂર્ણિયાના રંગભૂમિ મેદાનમાં 'જન ભાવના મહાસભા' માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે જ્યારે હું અહીં સરહદી જિલ્લાઓમાં છું ત્યારે લાલુ પ્રસાદ યાદવ અનેે નીતિશ કુમારની જોડીના પેટમાં દુખાવો થાય છે.  

નીતિશ કોઇ રાજકીય વિચારધારાના પક્ષમાં નથી : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વડાપ્રધાન બનવાની લાલસામાં ભાજપની પીઠમાં છરો મારી લાલુના ખોળામાં બેઠા છે. તેમની કોઇ વિચારધારા નથી. તેઓ માત્ર અશાંતિ પેદા કરવા માંગે છે. અમિત શાહે કહ્યું કે, હું અહીં તમને કહેવા આવ્યો છું કે સરહદી જિલ્લાઓ ભારતનો ભાગ છે, ડરશો નહીં. તેમણે રાષ્ટ્રીય જનતા દળ સાથે સરકાર બનાવીને જંગલ રાજની તરફેણમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. અમિત શાહે કહ્યું કે, નીતિશ કોઇ રાજકીય વિચારધારાના પક્ષમાં નથી. તેઓ સમાજવાદ છોડીને ડાબેરીઓ સાથે પણ બેસી શકે છે. રાષ્ટ્રીય જનતા દળ છોડીને ભાજપ સાથે બેસી શકે છે. તેમની એક જ નીતિ છે કે મારી ખુરશી રહે. પરંતુ કુટિલ રાજનીતીથી વડાપ્રધાન બની શકાય નહીં.
Advertisement

PM મોદીનો જાદુ 2024 મા પણ કામ કરશે
પૂર્ણિયા પહોંચ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના અંદાજમાં નીતિશ અને લાલુની જોડી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, બિહારની જનતા બધુ જ જોઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ 2024 મા પણ કામ કરશે. 2025 મા પણ રાજ્યમાં ભાજપની સરકાર બનશે. લાલુ અને નીતિશની જોડી બિહારને આગળ નહીં લઈ જઇ શકે. તેમણે કહ્યું કે, લાલુએ હંમેશા લડાઈ શરૂ કરવાનું કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે, સરહદી વિસ્તારના લોકોએ ડરવાની જરૂર નથી. 
Advertisement

BJP ની પીઠ પર છરો મારી નીતિશ કોંગ્રેસના ખોળામાં બેસી ગયા : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'હું અહીં આવ્યો છું, ત્યારે લાલુ અને નીતિશની જોડીને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. તેઓ કહી રહ્યા છે કે તેઓ બિહારમાં લડવા આવ્યા છે, તેઓ કંઈક કરશે. મારે લડાઈ શરૂ કરવાની જરૂર નથી લાલુજી, લડાઈ શરૂ કરવા માટે તમે પૂરતા છો, તમે આખી જિંદગી આ જ કર્યું છે.' ગૃહમંત્રી શાહે કહ્યું કે, 'અમે સ્વાર્થ અને સત્તાની રાજનીતિને બદલે સેવા અને વિકાસની રાજનીતિના પક્ષમાં છીએ. વડાપ્રધાન મોદી બનવા માટે નીતિશબાબુ જે કોંગ્રેસ વિરોધી રાજકારણમાંથી જન્મ્યા હતા તેની પીઠમાં છરો ભોંકીને આરજેડી અને કોંગ્રેસના ખોળામાં બેસી ગયા છે.
Tags :
Advertisement

.

×