ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક સર્વેમાં ચેતવણી અપાઇ છે કે જંકફુડ બાળકોના તન અને મનને વિક્ષિપ્ત કરી શકે છે.

હમણાં જ લંડન ટાઇમ્સના એક સર્વેનો અનુવાદિત ટુકડો ગુજરાતીમાં વાંચવા મળ્યો જેમાં ચેતવણી અપાઇ છે કે તૈયાર જંકફુડ બાળકોના તન અને મનને વિક્ષિપ્ત કરી શકે છે. આમ તો આ વાત નવી નથી. આ પૂર્વે આપણા દેશમાં પણ અનેક ડાયેટિશીયન્સ અને તજજ્ઞોએ વારંવાર ચેતવણીઓનું પુનરાવર્તન કર્યું છે તેમ છતાં જંક ફુડ વેચનારાઓ અને ખાનારાઓની સંખ્યા વધતી જાય છે એ આપણી ચિંતાનો વિષય બનવો જોઇએ. આપણા પ્રધાનમંત્રી નરેà
08:14 AM Mar 15, 2022 IST | Vipul Pandya
હમણાં જ લંડન ટાઇમ્સના એક સર્વેનો અનુવાદિત ટુકડો ગુજરાતીમાં વાંચવા મળ્યો જેમાં ચેતવણી અપાઇ છે કે તૈયાર જંકફુડ બાળકોના તન અને મનને વિક્ષિપ્ત કરી શકે છે. આમ તો આ વાત નવી નથી. આ પૂર્વે આપણા દેશમાં પણ અનેક ડાયેટિશીયન્સ અને તજજ્ઞોએ વારંવાર ચેતવણીઓનું પુનરાવર્તન કર્યું છે તેમ છતાં જંક ફુડ વેચનારાઓ અને ખાનારાઓની સંખ્યા વધતી જાય છે એ આપણી ચિંતાનો વિષય બનવો જોઇએ. આપણા પ્રધાનમંત્રી નરેà
હમણાં જ લંડન ટાઇમ્સના એક સર્વેનો અનુવાદિત ટુકડો ગુજરાતીમાં વાંચવા મળ્યો જેમાં ચેતવણી અપાઇ છે કે તૈયાર જંકફુડ બાળકોના તન અને મનને વિક્ષિપ્ત કરી શકે છે. 
આમ તો આ વાત નવી નથી. આ પૂર્વે આપણા દેશમાં પણ અનેક ડાયેટિશીયન્સ અને તજજ્ઞોએ વારંવાર ચેતવણીઓનું પુનરાવર્તન કર્યું છે તેમ છતાં જંક ફુડ વેચનારાઓ અને ખાનારાઓની સંખ્યા વધતી જાય છે એ આપણી ચિંતાનો વિષય બનવો જોઇએ. 
આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત”નું સૂત્ર આપીને સ્વચ્છતા અને સ્વાસ્થ્યના રખોપા ઉપર ભાર મુકવા અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રીના ચાહકો અને લગભગ બધા દેશના પ્રજાજનો તેમના સૂત્રને તો વધાવે છે પણ તેમાં રહેલાં સંકેતને પૂરેપૂરો સ્વીકારતા નથી. 
હમણાં જ કોરોના મહામારીના પેન્ડેમિકમાંથી આપણે ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છીએ. પણ પ્રારંભના લોકડાઉનના દિવસો અને એપછીના સાવધાનીના સમય દરમિયાન શાળા કોલેજો બંધ રહેતાં ઘરમાં પૂરાઇ રહેલાં બાળકોને હમણાં - હમણાં મળેલી તાજી મુક્તિ ફરીપાછા બમણાં વેગથી ફાસ્ટ ફુડ અને જંકફુડ પીઝા અને બર્ગર તરફ દોટ મુકતી જોવા મળે છે. 
જેમ કોરોનાની રસી અને બુસ્ટર ડોઝ માટે આપણે લોકોને જાગૃત કરવામાં ઘણે અંશે સફળતા મેળવી તેવી જ રીતે નવી પેઢીને અને ખાસકરીને પરિવારોને - અને ગૃહિણીઓને આ દિશામાં જાગૃત કરવા વિશેષ કાર્યક્રમો નહીં યોજવા જોઇએ? જંકફુડની અવેજીમાં તેને ટપી જાય તેવી અનેક આકર્ષક અને મધુર વાનગીઓ આપણી ગુજરાતણો આળસ છોડીને બનાવતી થાય તો કદાચ જંકફુડ તરફની દોટ અટકાવી શકાય.
Tags :
GujaratFirstJunkfood
Next Article