ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હવે બહેનોના લગ્ન કરાવવા સંધર્ષ કરશે અક્ષય કુમાર, દહેજ અંગે ખાસ સંદેશ

અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ફ્લોપ થયા બાદ અક્ષય કુમાર ફરી એકવાર આગામી ફિલ્મ રક્ષાબંધન લઇને દર્શકો વચ્ચે આવી રહ્યો છે. હાલમાં જ તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થશે. ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' ફ્લોપ થયા બાદ અભિનેતા અક્ષય કુમાર ફરી એકવાર દર્શકોની સામે ફરી રહ્યો છે. ભાઇ- બહેનોના સંબંધોની  આસપાસ ફરતી આનંદ એલ રાયની ફિલ્મનું સુંદર ટ્રેલર રિલીઝ થઈ ગયું છà«
02:41 PM Jun 21, 2022 IST | Vipul Pandya
અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ફ્લોપ થયા બાદ અક્ષય કુમાર ફરી એકવાર આગામી ફિલ્મ રક્ષાબંધન લઇને દર્શકો વચ્ચે આવી રહ્યો છે. હાલમાં જ તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થશે. ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' ફ્લોપ થયા બાદ અભિનેતા અક્ષય કુમાર ફરી એકવાર દર્શકોની સામે ફરી રહ્યો છે. ભાઇ- બહેનોના સંબંધોની  આસપાસ ફરતી આનંદ એલ રાયની ફિલ્મનું સુંદર ટ્રેલર રિલીઝ થઈ ગયું છà«
અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ફ્લોપ થયા બાદ અક્ષય કુમાર ફરી એકવાર આગામી ફિલ્મ રક્ષાબંધન લઇને દર્શકો વચ્ચે આવી રહ્યો છે. હાલમાં જ તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થશે. 
ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' ફ્લોપ થયા બાદ અભિનેતા અક્ષય કુમાર ફરી એકવાર દર્શકોની સામે ફરી રહ્યો છે. ભાઇ- બહેનોના સંબંધોની  આસપાસ ફરતી આનંદ એલ રાયની ફિલ્મનું સુંદર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે અભિનેત્રી ભૂમિ પેડનેકર પણ લીડ રોલમાં છે. આ ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મનું ટ્રેલર ખૂબ જ ફની છે, તો ચાલો તમને જણાવીએ કે તે કેવું છે.
ટ્રેલર કેવું છે?
બે મિનિટ અને 25 સેકન્ડના રક્ષાબંધનના ટ્રેલરમાં ભૂમિ પેડનેકર અક્ષય કુમારને કહે છે કે તું મારા ઘરે લગ્નની જાન ક્યારે લાવશે, હું નાનપણથી સપનું જોઉં છું? અક્ષય જવાબ આપે છે કે જ્યારે મારી બહેનોના લગ્ન થશે ત્યાર પછી જ હું લગ્ન કરીશ. ચાર બહેનોના લગ્નની ચિંતા કરતા ભાઈને દહેજની ચિંતા છે. ફિલ્મના ટ્રેલરમાં અક્ષયનો એક ડાયલોગ છે, 'ભાઈ, આ દેશના દરેક ઘરમાં એક દીકરી બેઠી છે, જેનું દહેજ ઓછું પડી રહ્યું છે. બસ એ આશામાં દરેક બાપ-ભાઈ પોતાનાં હાડકાં ઓગાળી રહ્યાં છે કે તેઓ પોતાની દીકરીને છાતી પહોળી કરીને પરણાવી શકે. અંતે, તેની મોટી બહેનના લગ્ન બતાવવામાં આવે છે, જેના માટે અક્ષય કહે છે કે દુકાન ગીરવે મૂકીને કર્યા છે. જરુર પડશે તો કીડની પણ વેચી દેશે.  ટ્રેલર દહેજ વિશે ખાસ સંદેશ આપે છે. આનંદ એલ રાયની ફિલ્મ રક્ષા બંધનના ટ્રેલરથી સ્પષ્ટ છે કે આ ફિલ્મ દહેજ પ્રથા વિશે ખાસ સંદેશ આપશે. ફિલ્મ દ્વારા લોકોને કહેવામાં આવી રહ્યું છે કે પિતા અને ભાઈ દહેજ માટે શું નથી કરતા. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે ભૂમિ પેડનેકર, સીમા પાહવા લીડ રોલમાં છે.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે. રક્ષાબંધનના બે દિવસ પહેલા રિલીઝ થનારી આ ફિલ્મની બોક્સ ઓફિસ પર ટક્કર આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા સાથે થશે. ટ્રેલર જોયા બાદ લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અક્ષય-ભૂમિની જોડી ફિલ્મ 'ટોયલેટ એક પ્રેમ કથા' પછી ફરી કમબેક કરી રહી છે. બંને સ્ટાર્સની તે ફિલ્મ હિટ રહી હતી અને તે પણ સોશિયલ મેસેજ પર જ બની હતી.
Tags :
akshaykumarBollywoodNewsfilmsGujaratFirstnewsRakshabandhan
Next Article