હવે Hero MotoCorpના ટુ-વ્હીલર થશે મોંઘા, જાણો શું છે કારણ
ટુ-વ્હીલર આજે જીવન જરૂરી સાધન બની ચૂક્યું છે. પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે પરંતુ ટુ-વ્હીલરનું વેચાણ પણ સતત વધી રહ્યું છે અને બીજી તરફ ટુ-વ્હીલરના ભાવ પણ વધી રહ્યા છે. ટુ-વ્હીલર ખરીદનારાઓને 1 જુલાઈ 2022થી મોંઘવારીનો ઝટકો લાગશે. દેશની સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપની Hero MotoCorpએ પોતાની મોટરસાઇકલ અને સ્કૂટરની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. વધેલી કિંમતોનો નિર્ણય 1 જુલાઈ, 2022થી અમલમાં આવàª
02:57 AM Jun 24, 2022 IST
|
Vipul Pandya
ટુ-વ્હીલર આજે જીવન જરૂરી સાધન બની ચૂક્યું છે. પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે પરંતુ ટુ-વ્હીલરનું વેચાણ પણ સતત વધી રહ્યું છે અને બીજી તરફ ટુ-વ્હીલરના ભાવ પણ વધી રહ્યા છે. ટુ-વ્હીલર ખરીદનારાઓને 1 જુલાઈ 2022થી મોંઘવારીનો ઝટકો લાગશે. દેશની સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપની Hero MotoCorpએ પોતાની મોટરસાઇકલ અને સ્કૂટરની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. વધેલી કિંમતોનો નિર્ણય 1 જુલાઈ, 2022થી અમલમાં આવશે.
કોમોડિટીની વધતી કિંમતોને કારણે મોંઘવારી વધી છે, જેના કારણે ટુ-વ્હીલરના ઉત્પાદનનો ખર્ચ વધી ગયો છે, વધતી કિંમતની અસરના કારણે કંપનીએ તેની મોટરસાઇકલ અને સ્કૂટરની કિંમતમાં 3,000 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. Hero MotoCorp એ સ્ટોક એક્સચેન્જોને માહિતી આપી છે કે 1 જુલાઈ, 2022થી કંપની મોટરસાઈકલ સ્કૂટરની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે.
કંપનીએ કિંમતમાં વધારા માટે વધતી જતી ઈનપુટ કોસ્ટને જવાબદાર ગણાવી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે કોમોડિટીની કિંમતોમાં વધારાને કારણે તેણે કિંમત વધારવાનો નિર્ણય લેવો પડ્યો છે. ઉપરાંત, કિંમતમાં વધારો મોટરસાઇકલ અને સ્કૂટરના મોડલ પર નિર્ભર રહેશે.
એક વર્ષમાં ચોથી વખત વધી કિંમત
Hero MotoCorp એ છેલ્લા એક વર્ષમાં ચોથી વખત સ્કૂટર મોટરસાઇકલની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા 1 જુલાઈ, 2021 ના રોજ 3,000 રૂપિયા અને 30 સપ્ટેમ્બરે 3,000 રૂપિયા, 1 જાન્યુઆરી, 2022 થી 2,000 રૂપિયા અને હવે 3,000 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Next Article