ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હવે કરણી સેના પણ મેદાને; રાજ શેખાવતનું મોટું નિવેદન, જાણો કોને ટેકો આપશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે પડઘમ સંભળાઇ રહ્યા છે. સતત એવી અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે કે વિધાનસભા ચૂંટણી સમય પહેલા જ યોજાશે. ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ હોય, ગુજરાત કોંગ્રેસના સંગઠ અને માળખામાં થયેલા ફેરફાર હોય કે પછી અરવિંદ કેજરીવ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે પડઘમ સંભળાઇ રહ્યા છે. સતત એવી અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે કે વિધાનસભા ચૂંટણી સમય પહેલા જ યોજાશે. ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ હોય, ગુજરાત કોંગ્રેસના સંગઠ અને માળખામાં થયેલા ફેરફાર હોય કે પછી અરવિંદ કેજરીવાલનો રોડ શો. આ તમામ વસ્તુઓ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ તઇ રહી છે.
આ વખતે ગુજરાતની આ વિધાનસભા ચૂંટણી વધારે ખાસ બની રહેશે કારણ કે આ વખત ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આ સિવાય બીજી મહત્વની વાત એ છે કે કરણી સેનાએ પણ ચૂંટણીમાં રસ દાખવ્યો છે. કરણીસેનાના ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવત અત્યારે ત્રણ દિવસના અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા છે. જ્યાં તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે કહ્યું કે જો રાજકીય પક્ષો તેમને ટિકિટ નહીં આપે તો કરણી સેના અપક્ષ તરીકે દાવેદારી નોંધાવશે.
અમારા સમાજના જે પણ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહેશે તેને અમે પુરતો ટેકો આપીશું : રાજ શેખાવત pic.twitter.com/bHUWSdKciF
— Gujarat First (@first_gujarat) April 2, 2022
રાજ શેખાવતે કહ્યું કે જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે, તે તે વિધાનસભા ક્ષેત્રોમાં સમાજના ઉમેદવારોને ટિકિટ મળે. સમાજના લોકો રાજકિય ક્ષેત્રમાં આગળ આવે અને વિજય બને તે માર્ગદર્શન આપવા પણ અમે આવ્યા છીએ. છેલ્લા છ મહિનાથી દર એઠવાડિયે અમે પ્રવાસ કરીએ છીએ. આ પ્રવાસ અમારો ચૂંટણીલક્ષી નથી પરંતુ સમાજને જાગૃત કરતા તેમજ એક કરવાના કાર્ય માાટે છે.
Advertisement
જે જે વિધાનસભામાં ક્ષત્રિયોનું પ્રભુત્વ છે તે વિધાનસભાઓમાં તો અમારે ટિકિટ જોઇએ જ : રાજ શેખાવત pic.twitter.com/B35a3lyzAN
— Gujarat First (@first_gujarat) April 2, 2022
કરણી સેના ક્યા પક્ષ સાથે ઉભી રહેશે તેવા સવાલના જવાબમાં રાજ શેખાવતે કહ્યું કે કરણી સેના એક સંગઠન છે અને સંગઠન હંમેશા નિષ્પક્ષ હોય. અમારા સમાજના જે પણ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહેશે તેને અમે પુરતો ટેકો આપીશું. આ સિવાય તેમણે કહ્યું કે જે જે વિધાનસભામાં ક્ષત્રિયોનું પ્રભુત્વ છે તે વિધાનસભાઓમાં તો અમારે ટિકિટ જોઇએ જ. જો કોઇ રાજકીય પક્ષ અમારા સમાજના લોકોને ટિકિટ નહીં આપે તો તેઓ નિષ્પક્ષ લડશે.
Advertisement


