Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવે તમે કાર્ડ વગર પણ ATMમાંથી પૈસા ઉપાડી શકશો , જાણો કઈ રીતે

અત્યારે આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે લોકોની એટીએમમાંથી કરવાની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આજે મોટાભાગના લોકો વ્યવહારો ઓનલાઇન કરતા જોવા મળી રહ્યાં છે. તેવામાં જો તમે જો તમે ATMમાંથી પૈસા ઉપાડવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ફાયદાકારક નીવડશે.જેમાં ભારતીય રિઝર્વ બેંકે બેંકો અને એટીએમ ઓપરેટરોને કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન માટે આદેશ આપ્યો છે.જે અંતર્ગત હવે  નવા નિયમના અમલ
હવે તમે કાર્ડ વગર પણ atmમાંથી પૈસા ઉપાડી શકશો   જાણો કઈ રીતે
Advertisement
અત્યારે આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે લોકોની એટીએમમાંથી કરવાની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આજે મોટાભાગના લોકો વ્યવહારો ઓનલાઇન કરતા જોવા મળી રહ્યાં છે. તેવામાં જો તમે જો તમે ATMમાંથી પૈસા ઉપાડવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ફાયદાકારક નીવડશે.જેમાં ભારતીય રિઝર્વ બેંકે બેંકો અને એટીએમ ઓપરેટરોને કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન માટે આદેશ આપ્યો છે.
જે અંતર્ગત હવે  નવા નિયમના અમલ બાદ એટીએમમાંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાશે. જેનાથી તમને ફાયદો એ થશે  કે કાર્ડ સ્કિમિંગ અને બેંક ફ્રોડમાં ઘટાડો થશે. કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનમાં પૈસા ઉપાડવા માટે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની જરૂર પડશે નહીં. 
ચાર્જમાં કોઈ ફેરફાર નથી
એટીએમ કાર્ડ પર  જે ચાર્જ લાગે છે, હાલમાં તેમાં કોઈ ફેરફાર નથી. કેશલેસ ટ્રાન્ઝેક્શન દ્વારા પૈસા ઉપાડવાની મર્યાદા પહેલા જેવી જ રહેશે.
આ સેવા કેવી રીતે કાર્ય કરે છે
કેટલીક બેંકોના એટીએમમાં ​​કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા શરૂ થઈ ગઈ છે. નવી સિસ્ટમ હેઠળ ગ્રાહકોને એટીએમમાં ​​ડેબિટ કાર્ડ નાખવાની જરૂર નહીં પડે. ગ્રાહકોએ ATM પર QR કોડ સ્કેન કરવાનો રહેશે. ત્યારપછી છ આંકડાનો UPI દાખલ કર્યા બાદ પૈસા બહાર આવશે.
RBIનો હેતુ શું છે
કેશલેસ વિડ્રોઅલ સિસ્ટમ લાગુ કરવા પાછળ રિઝર્વ બેંકનો હેતુ છેતરપિંડીની ઘટનાઓ ઘટાડવાનો છે. ફિઝિકલ કાર્ડની ગેરહાજરીથી સ્કિમિંગ, કાર્ડ ક્લોનિંગ, ડિવાઇસ ટેમ્પરિંગ જેવી છેતરપિંડીની ઘટનાઓમાં ઘટાડો થશે .
Tags :
Advertisement

.

×