ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હવે તમને બસમાં મુસાફરી કરવાની મજા પડશે, મળશે શુદ્ધ ઓક્સિજન અને થશે ગાર્ડન જેવો અનુભવ

રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે હાલ દેશભરમાં ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. તો બીજી તરફ પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં હાઇડ્રો ફ્યુઅલ બસો જોવા મળશે. ઇંધણની ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે સંશોધન અને વિકાસ ઇનોવેશન કંપની સેન્ટેન્ટ લેબ્સે ભારતમાં બનેલી હાઇડ્રોજન ફ્યુàª
10:40 AM May 06, 2022 IST | Vipul Pandya
રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે હાલ દેશભરમાં ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. તો બીજી તરફ પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં હાઇડ્રો ફ્યુઅલ બસો જોવા મળશે. ઇંધણની ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે સંશોધન અને વિકાસ ઇનોવેશન કંપની સેન્ટેન્ટ લેબ્સે ભારતમાં બનેલી હાઇડ્રોજન ફ્યુàª

રશિયા
યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે હાલ દેશભરમાં ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. તો
બીજી તરફ પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા એક
મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે
ઉત્તર પ્રદેશમાં
ટૂંક સમયમાં હાઇડ્રો ફ્યુઅલ બસો જોવા મળશે. ઇંધણની ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે
સંશોધન અને વિકાસ ઇનોવેશન કંપની
સેન્ટેન્ટ લેબ્સે ભારતમાં બનેલી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ લોન્ચ કરી છે. આ
હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલોજી
CSIR ,NCL, CSIR-CECRIના સહયોગથી વિકસાવવામાં આવી છે.


આ એક એવી બસ હશે જે ઓછા ખર્ચની સાથે પર્યાવરણનું રક્ષણ પણ કરશે. તેને
સમગ્ર દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. યુપીમાં પહેલા આગ્રા-નોઈડા
રૂટથી હાઇડ્રો ફ્યુઅલ બસો શરૂ કરવામાં આવશે. આ અંગે મંત્રી દયાશંકર સિંહે કહ્યું
કે યુપીને હાઈડ્રો ફ્યુઅલ કાર અને હાઈડ્રો ઈંધણ બસો આપવા અંગે કેન્દ્રીય મંત્રી
નીતિન ગડકરી સાથે વાતચીત થઈ હતી. જેના પગલે હવે રાજ્યમાં ટૂંક સમયમાં હાઇડ્રો
ફ્યુઅલ બસો શરૂ કરવામાં આવશે. હાલમાં યુપીમાં કુલ પાંચ રૂટ પર બે બસો શરૂ થશે. આ
બસો દોડવાથી રોજગારીના માર્ગો પણ ખુલશે. આ બસ 30 કિલો હાઈડ્રોજન ઈંધણમાં 450 કિમીની
રેન્જ આપે છે. તેનું આર્કિટેક્ચર મોડ્યુલર ધોરણે હશે એટલે કે ડ્રાઇવિંગ રેન્જ અને
ઓપરેટિંગ કંડીશનમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય છે.


હાઇડ્રોજન ઇંધણ બસ બનાવવા માટે હાઇડ્રોજન અને હવાનો ઉપયોગ કરવામાં
આવ્યો છે. તેના દ્વારા પાવર જનરેટ કરવામાં આવશે. આ બસો આગ્રા-નોઈડા જેવા શહેરોના
એરફ્લોને સુધારવા માટે બ્રહ્મશાસ્ત્ર સાબિત થઈ શકે છે. સાથે જ ખેડૂતોની આવક પણ આ
પ્રોજેક્ટ દ્વારા વધારો થશે. આ ઇંધણ કોષો વાતાવરણમાં ઓક્સિજન અને તેની ઇંધણ
ટાંકીમાં હાઇડ્રોજન વચ્ચે રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે.
રાસાયણિક પ્રક્રિયા દ્વારા આ બે વાયુઓના સંયોજનથી પાણી અને વીજળી ઉત્પન્ન થાય છે.

 

Tags :
GujaratFirsthydrofuelbusoxygenUttarPradeshyogiGoverment
Next Article