નરેગા બાદમાં મનરેગા અને હવે G-Ram-G યોજના નામ અપાયું : CR Patil
- સુરતમાં વિકસિત ભારત G-Ram-G બાબતે પત્રકાર પરિષદ
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલનું મહત્વનું નિવેદન
- G-Ram-G યોજના PM દ્વારા બનાવવામાં આવી છે: સીઆર પાટીલ
- "વિકસિત ભારત બનાવવા PMએ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા"
- "નરેગા બાદમાં મનરેગા અને હવે G-Ram-G યોજના નામ અપાયું"
Surat: સુરતમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ( CR Patil) 'વિકસિત ભારત - G RAM G' (VB-G RAM G) યોજના અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ યોજના સીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘડવામાં આવી છે અને તે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટેનું ક્રાંતિકારી પગલું છે. સી આર પાટીલે કહ્યું કે વિકસિત ભારત બનાવવા માટે પીએમ મોદીએ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા, જેથી સીધા લાભાર્થીઓના ખાતામાં રકમ જમા થાય.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલનું મહત્વનું નિવેદન
તેમણે ઉમેર્યું કે (MGNREGA)મનરેગા તરીકે ઓળખાતી આ યોજનાને હવે 'VB-G RAM G' (વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ) નામ આપવામાં આવ્યું છે. આ યોજના માત્ર નામ બદલવાની નથી, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર અને આજીવિકાને વધુ મજબૂત બનાવવાની છે.વિકસિત ભારત અંતર્ગત 15 કરોડ ઘરો માં નળ થી જળની સુવિધા અપાઈ છે.
વિકસિત ભારત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે.
આ પણ વાંચો : Somnath Swabhiman Parv : સોમનાથમાં 108 અશ્વોની નીકળશે પ્રતિકાત્મક શૌર્ય યાત્રા


