ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરીને સરકારનું ગઠન કરતી પ્રક્રિયા ''શપથ વિધિ'' ને ઘેલછા મુજબ પ્રદર્શનનું નિમિત્ત બનાવાય છે !
લોકશાહીમાં ચૂંટણી, ચૂંટણીમાં વિજય કે પરાજય અને પછી વિજયી પક્ષની સરકારના શપથગ્રહણ - એ એક તબક્કાવાર પ્રક્રિયા છે. જેમ ચૂંટણીઓમાં નિતિમત્તાના ધોરણો નેવે મૂકાય છે. પરાજીત પક્ષો પોતાના પરાજયના કારણો શોધવામાં આત્મમંથનને સ્થાને સાચા ખોટા આક્ષેપમાં પણ જાય છે. તેવી જ રીતે ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યા પછી સરકારનું ગઠન કરતી પ્રક્રિયા ''શપથ વિધિ''ને પણ પોતાની ઘેલછા મુજબ પ્રદર્શનનું નિમિત
07:49 AM Mar 19, 2022 IST
|
Vipul Pandya
લોકશાહીમાં ચૂંટણી, ચૂંટણીમાં વિજય કે પરાજય અને પછી વિજયી પક્ષની સરકારના શપથગ્રહણ - એ એક તબક્કાવાર પ્રક્રિયા છે. જેમ ચૂંટણીઓમાં નિતિમત્તાના ધોરણો નેવે મૂકાય છે. પરાજીત પક્ષો પોતાના પરાજયના કારણો શોધવામાં આત્મમંથનને સ્થાને સાચા ખોટા આક્ષેપમાં પણ જાય છે. તેવી જ રીતે ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યા પછી સરકારનું ગઠન કરતી પ્રક્રિયા ''શપથ વિધિ''ને પણ પોતાની ઘેલછા મુજબ પ્રદર્શનનું નિમિત્ત બનાવે છે.
સેવા માટેના શપથ લઇને સત્તા ગ્રહણ કરવી એવા આપણા બંધારણના નિર્દેશમાં પ્રામાણિક નેતૃ્ત્વની ભવ્યતા અને પ્રજાસેવકની સાચી ભાવનાની દિવ્યતા સચવાય તેવી અપેક્ષા રખાઇ છે. શપથ વિધિ ક્યાં ને કેવી રીતે કરવી, કેટલા માણસોને હાજર રાખીને કરવી, એમાં કેટલો ખર્ચ કરવો વગેરે બાબતો અંગે બંધારણે કોઇ સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા ન હોય તે કારણે એ છટકબારીનો ઉપયોગ કરીને રાજકીય પક્ષો પોતાના વિજય પછી શપથવિધિના સાદા અને પવિત્ર કાર્યને જાહેર પ્રદર્શનનું નિમિત્ત બનાવી દે છે.
આવા પ્રદર્શનો પાછળ લખલૂટ ખર્ચાઓ થાય છે, વિજેતાઓને ગમતા સ્થાનની પસંદગી થાય છે, ગમતા માણસોને હાજર રખાય છે, રોશની અને ધૂમધડાકા થાય છે, અને ભોળી પ્રજાને - કહો કે ઉત્સવપ્રિય પ્રજાને - શપથવિધિ સમારંભના ઉત્સવમાં સામેલ થવાનો નશો પીવડાવીને બીજાનાથી જુદા પડ્યાનો કંઇક અંશે બીન લોકશાહી કહી શકાય તેવો આનંદ લેવાનું પક્ષો ચૂકતા નથી.
બધોજ ભાર કન્યાની કેડ ઉપર હોય તેમ તમામ તમાશાઓ પ્રજાના પૈસે થતા હોય છેને પ્રજા નશામાં કે નાદાનીમાં લાચાર બનીને બધુ વેઠી લેતી હોય છે.
શું આને માટે પણ બંધારણમાં ફેરફાર ન કરી શકાય ?
Next Article