Old Hanuman Mandir found in Dwarka: દાદાનું બુલડોઝર ચાલ્યું અને નિકળ્યું 125 વર્ષ જૂનું હનુમાન મંદિર
Dwarka : દ્વારકા જીલ્લાના બાલાપર વિસ્તારમાં હનુમાન જયંતિના પાવન દિવસે એક અનોખો અને આશ્ચર્યજનક સંયોગ સર્જાયો છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન અચાનક મળેલા એક પૌરાણિક હનુમાનજીના મંદિરમાં, નેપાળી શૈલીની રચના જોવા મળી હતી. આશરે 100થી 125 વર્ષ જૂના આ મંદિરની હિંડોળતી...
Advertisement
Dwarka : દ્વારકા જીલ્લાના બાલાપર વિસ્તારમાં હનુમાન જયંતિના પાવન દિવસે એક અનોખો અને આશ્ચર્યજનક સંયોગ સર્જાયો છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન અચાનક મળેલા એક પૌરાણિક હનુમાનજીના મંદિરમાં, નેપાળી શૈલીની રચના જોવા મળી હતી. આશરે 100થી 125 વર્ષ જૂના આ મંદિરની હિંડોળતી ઇતિહાસભરી ભીંતો આજે ફરી જાગૃત થઈ છે.સ્થાનિક તંત્ર અને દ્વારકા જિલ્લાના પોલીસ વિભાગે આ ધર્મસ્થળને તેના મૂળ સ્વરૂપે પુનઃસ્થાપિત કરી,તદ્ન પરંપરાગત વિધી અને મંત્રોચ્ચાર સાથે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી. ખાસ વાત એ રહી કે આ કાર્ય હનુમાન જયંતિના દિવસે જ થયું – જેને ઘણા શ્રદ્ધાળુઓ દિવ્ય સંકેત તરીકે અનુભવી રહ્યા છે.
Advertisement