મહાત્મા ગાંધીની 77મી પુણ્યતિથિ, રાજઘાટ ખાતે PM મોદીએ બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી
મહાત્મા ગાંધીની 77મી પુણ્યતિથિ પર રાજઘાટ ખાતે એક ખાસ શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા.
06:30 PM Jan 30, 2025 IST
|
Hardik Shah
મહાત્મા ગાંધીની 77મી પુણ્યતિથિ પર રાજઘાટ ખાતે એક ખાસ શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા. 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસે દ્વારા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આજે આખો દેશ રાષ્ટ્રપિતાને યાદ કરી રહ્યો છે. વરિષ્ઠ મંત્રીઓ પણ રાજઘાટ પહોંચ્યા હતા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દિવસને રાષ્ટ્રીય શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
Next Article