આજે સંવત્સરી, જૈન ભાઈબહેનો આજે એકબીજાને હૃદયપૂર્વક 'મિચ્છામિ દુક્ક્ડમ' પાઠવશે
આજે જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. ધર્મનાં જુદા જુદા સંપ્રદાયોમાં સંવત્સરી જુદા જુદા દિવસે આવતી હોય છે. તેમાં પણ શ્વેતાંબર ર્મૂતિપૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથ અથવા પાંચમ, સ્થાનકવાસી જૈન સંઘમાં ભાદરવા સુદ પાંચમ, તેરાપંથ જૈનસંઘમાં સુદ પાંચમ, જ્યારે દિગંબર જૈન સંઘમાં ભાદરવા સુદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે જૈન ધર્મનાં લોકો પર્યુષણનાં ઉપવાàª
07:05 AM Aug 31, 2022 IST
|
Vipul Pandya
આજે જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. ધર્મનાં જુદા જુદા સંપ્રદાયોમાં સંવત્સરી જુદા જુદા દિવસે આવતી હોય છે. તેમાં પણ શ્વેતાંબર ર્મૂતિપૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથ અથવા પાંચમ, સ્થાનકવાસી જૈન સંઘમાં ભાદરવા સુદ પાંચમ, તેરાપંથ જૈનસંઘમાં સુદ પાંચમ, જ્યારે દિગંબર જૈન સંઘમાં ભાદરવા સુદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે.
આ પવિત્ર દિવસે જૈન ધર્મનાં લોકો પર્યુષણનાં ઉપવાસ-વ્રત કરે છે. સાંજના સમયે ત્રણ કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે. જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરે છે. તે ભૂલોને યાદ કરી ધાર્મિક ક્રિયા કલાપોમાંથી ક્ષમા માંગે છે. ભૂલોનો પસ્તાવો કરી ‘મિચ્છામિ દુક્કડમ્’ એ સૂત્રથી ક્ષમા માંગે છે.
સામાન્ય રીતે પર્યુષણ પર્વના આઠમા દિવસે જૈન ભાઈબહેનો મહાવીર સ્વામીના દેરાસરમાં જઈને વિશેષ પ્રતિક્રમણ કરે છે અને તમામ લોકોને પગે પડીને માફી માગે છે. આઠમા દિવસે 1,250 શ્લોકનું સુંદર વાંચન થાય છે. તેને બધા ખૂબ જ શાંતિથી સાંભળે છે. કે જાણે અમૃતનું પાન કરતાં હોય તેવી રીતે તેનું શ્રવણ કરવાનું હોય છે. આ પ્રતિક્રમણ 3 કલાકનું હોય છે અને 20થી 40 મિનીટનું જેમાં ધ્યાન કરવાનું હોય છે. તેનાથી જાણતા કે અજાણતા થયેલ ખરાબ કર્મ બળીને ભશ્મ થઈ જાય છે.
સંવત્સરીના દિવસે 8 દિવસની આરાધના પરિપૂર્ણ થાય છે. આ દિવસે બધાને મિચ્છામી દુક્ડમ કહેવાનું હોય છે અને નાના કે મોટા સૌની માફી માગવાની હોય છે. શાસ્ત્રોએ કહ્યું છે તેમ ‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરો’ એવી શુભ ભાવના કરવાની હોય છે. જાણતા કે અજાણતા કોઈ દોષ કે ભૂસ થઈ હોય, કટુ વચન કહી દીધા હોય કે શ્રાપ આપ્યો હોય તો મિચ્છામી દુક્ડમ કરીને સૌની માફી માંગવાનો અને માફી આપવાનો દિવસ છે.
Next Article