ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જાણીતા અભિનેતા ડોક્ટર શ્રીરામ લાગુની આજે પુણ્યતીથી..જાણો ડોક્ટરી છોડી કઇ રીતે આવ્યા ફિલ્મોમાં

અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લેનાર ડોક્ટર શ્રીરામ લાગુની આજે પુણ્યતીથી છે. શ્રીરામ લાગુ એ એવા કલાકાર હતા, જેને જુની ફિલ્મો જોનારા તમામ દર્શકો અવશ્ય ઓળખતા હશે. તેમણે સહાયક ભૂમિકાઓ દ્વારા ફિલ્મોમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું. વ્યવસાયે ડોક્ટર હતા શ્રીરામ લાગુ શ્રીરામ લાગુ વ્યવસાયે ડૉક્ટર હતા.એવું કહેવાય છે કે તેમણે ભારત અને વિદેશમાં તબીબી સેવાઓ આપી હતી.મીડિ
07:03 AM Dec 17, 2022 IST | Vipul Pandya
અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લેનાર ડોક્ટર શ્રીરામ લાગુની આજે પુણ્યતીથી છે. શ્રીરામ લાગુ એ એવા કલાકાર હતા, જેને જુની ફિલ્મો જોનારા તમામ દર્શકો અવશ્ય ઓળખતા હશે. તેમણે સહાયક ભૂમિકાઓ દ્વારા ફિલ્મોમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું. વ્યવસાયે ડોક્ટર હતા શ્રીરામ લાગુ શ્રીરામ લાગુ વ્યવસાયે ડૉક્ટર હતા.એવું કહેવાય છે કે તેમણે ભારત અને વિદેશમાં તબીબી સેવાઓ આપી હતી.મીડિ
અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લેનાર ડોક્ટર શ્રીરામ લાગુની આજે પુણ્યતીથી છે. શ્રીરામ લાગુ એ એવા કલાકાર હતા, જેને જુની ફિલ્મો જોનારા તમામ દર્શકો અવશ્ય ઓળખતા હશે. તેમણે સહાયક ભૂમિકાઓ દ્વારા ફિલ્મોમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું. 

વ્યવસાયે ડોક્ટર હતા શ્રીરામ લાગુ 
શ્રીરામ લાગુ વ્યવસાયે ડૉક્ટર હતા.એવું કહેવાય છે કે તેમણે ભારત અને વિદેશમાં તબીબી સેવાઓ આપી હતી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીરામ લાગૂએ પુણે અને તાન્ઝાનિયામાં લાંબા સમય સુધી મેડિસિન પ્રેક્ટિસ કરી હતી, પરંતુ 42 વર્ષની ઉંમરે તેમણે બધું છોડી દીધું અને ફિલ્મોને પોતાનો ફુલ ટાઈમ પ્રોફેશન બનાવી લીધો. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે શ્રીરામ લાગુએ પોતાનો પ્રોફેશન બદલ્યો અને ફિલ્મો તરફ વળ્યા.
20થી વધુ મરાઠી નાટકોનું નિર્દેશન પણ કર્યુ 
શ્રીરામ લાગુ નાક, કાન અને ગળાના ઉત્તમ સર્જન હતા. તેમને બાળપણથી જ ફિલ્મોનો ખૂબ શોખ હતો. કદાચ આ જ કારણ હતું કે તેણે પોતાનો પ્રોફેશન બદલીને ફિલ્મો તરફ વળ્યા. શ્રીરામ લાગુ માત્ર હિન્દી ફિલ્મોમાં જ જાણીતું નામ નહોતા, પરંતુ તેમણે મરાઠી સિનેમામાં પણ ઘણી ખ્યાતિ મેળવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, શ્રીરામ લાગુએ 20થી વધુ મરાઠી નાટકોનું નિર્દેશન પણ કર્યું હતું અને તેઓ જાણીતા નિર્દેશકોમાંના એક હતા. તેમણે પોતાના કરિયરની શરૂઆત 'આહટ એક અજીબ કહાની' થી કરી હતી. આ ફિલ્મ વર્ષ 1971માં આવી હતી.

ગણપત બેલવલકરનું પાત્ર ભજવ્યા બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
શ્રીરામ લાગુને 'નટસમ્રાટ' નાટક માટે પણ યાદ કરવામાં આવે છે. શ્રીરામ લાગુએ આ નાટકમાં ગણપત બેલવલકરનું પાત્ર ભજવ્યું હતું. ગણપત બેલવલકરની ભૂમિકા મરાઠી થિયેટર માટે સીમાચિહ્નરૂપ ગણાય છે. ગણપત બેલવલકરનું પાત્ર એટલું મુશ્કેલ હતું કે તેને ભજવતા કલાકારો ઘણીવાર બીમાર પડી જતા. શ્રીરામ લાગુ સાથે પણ એવું જ થયું. નટસમ્રાટમાં ગણપત બેલવલકરનું પાત્ર ભજવ્યા બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
નસીરુદ્દીન શાહે તેમની આત્મકથાને કોઇપણ કલાકાર માટે બાઇબલ સમાન ગણાવી હતી 
શ્રીરામ લાગૂએ બોલિવૂડમાં 'પિંજરા', 'મેરે સાથ ચલ', 'સામના', 'દૌલત' જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેતા નસીરુદ્દીન શાહે એકવાર કહ્યું હતું કે શ્રીરામ લાગુની આત્મકથા 'લમન' કોઈપણ કલાકાર માટે બાઈબલ સમાન છે અને તેમાંથી લોકોએ શીખવું જોઈએ. 1969માં તેઓ સંપૂર્ણપણે મરાઠી થિયેટર સાથે જોડાયેલા હતા અને ધીમે ધીમે તેમના ચાહકોની સંખ્યા વધવા લાગી..તેમણે પોતાના અભિનય થકી કરોડો દર્શકોના દિલોમાં એક અલગ સ્થાન મેળવ્યું હતું.
 આ પણ વાંચોઃ 'सरदार मैंने आपका नमक खाया है...' 'શોલે'ના 'કાલિયા'નો આજે જન્મદિવસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ActorBolywooddeathanniversaryDr.SriramLaguFilmIndustryGujaratFirstMedicine
Next Article