ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આલિયાની વિદાય પર મા સોની રાઝદાને શેર કરી ઈમોશનલ પોસ્ટ, રણબીર માટે કહ્યું કઇંક આવું

બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી રીલેશનમાં હતા, જે હવે પતિ-પત્નિ બની ગયા છે. બંનેએ પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે લગ્ન કર્યા છે. જોકે, બંને સ્ટાર્સને જોવા માટે ફોટોગ્રાફર્સની ભારે ભીડ જોવા મળી હતી. અત્યાર સુધી દરેક લોકો બંનેને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. ત્યારે આલિયાના માતાએ પણ આ જોડાને ખાસ અભિનંદન પાઠવ્યા છે. આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગà«
12:12 PM Apr 15, 2022 IST | Vipul Pandya
બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી રીલેશનમાં હતા, જે હવે પતિ-પત્નિ બની ગયા છે. બંનેએ પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે લગ્ન કર્યા છે. જોકે, બંને સ્ટાર્સને જોવા માટે ફોટોગ્રાફર્સની ભારે ભીડ જોવા મળી હતી. અત્યાર સુધી દરેક લોકો બંનેને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. ત્યારે આલિયાના માતાએ પણ આ જોડાને ખાસ અભિનંદન પાઠવ્યા છે. આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગà«
બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી રીલેશનમાં હતા, જે હવે પતિ-પત્નિ બની ગયા છે. બંનેએ પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે લગ્ન કર્યા છે. જોકે, બંને સ્ટાર્સને જોવા માટે ફોટોગ્રાફર્સની ભારે ભીડ જોવા મળી હતી. અત્યાર સુધી દરેક લોકો બંનેને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. ત્યારે આલિયાના માતાએ પણ આ જોડાને ખાસ અભિનંદન પાઠવ્યા છે. 
આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્નના ફોટા શેર કર્યા છે, જે શાનદાર છે. આ સાથે ફિલ્મમેકર કરણ જોહરે પણ આલિયાને અભિનંદન પાઠવ્યા છે અને રણબીર કપૂરને પોતાનો જમાઈ ગણાવ્યો છે. જીહા, આલિયા ભટ્ટ કરણ જોહર માટે દીકરી સમાન છે. મહત્વનું છે કે, 14 એપ્રિલે સોની રાઝદાનીની લાડલી અને અભિનેત્રી આલિયા ભટ્ટે તેના પ્રેમી રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. એક તરફ સોનીના ચહેરા પર દીકરીના લગ્નની ખુશી જોવા મળી હતી, તો બીજી તરફ તેને છોડી દેવાનું દુ:ખ પણ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. આ જ કારણ છે કે, સોની રાઝદાને તેની પુત્રીના વિદાયની સાથે જ સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી.
કોઇ પણ માતા માટે પોતાની દીકરીના લગ્ન એક વિશેષ મહત્વ ધરાવે છે. ત્યારે માતા સોની રાઝદાને દીકરીની વિદાય પછી સોશિયલ મીડિયા પર પ્રથમ પોસ્ટ શેર કરી, જેમાં પુત્રી અને જમાઈ રણબીર કપૂર પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો. દીકરી અને જમાઈ રણબીર કપૂર પ્રત્યેનો તેમનો પ્રેમ આ પોસ્ટમાં દેખાઈ રહ્યો છે. તેમણે રણબીર અને આલિયાની એક તસવીર શેર કરી છે. તસવીરમાં આલિયા રણબીરના કાનમાં કંઈક કહેતી જોવા મળે છે.
તેમણે ક્યૂટ વેડિંગ ફોટો સાથે રણવીર અને આલિયાની ઈમોશનલ નોટ લખી હતી. ફોટો શેર કરતા તેમણે લખ્યું - તે કહે છે કે તમે એક દીકરી ગુમાવી છે જ્યારે તમને એક પુત્ર મળ્યો છે. હું કહી શકું છું કે મને એક અદ્ભુત પુત્ર, એક સુંદર કુટુંબ મળ્યું છે અને મારી પ્રિય સુંદર બાળકી હંમેશા મારી સાથે રહેશે.
4 વર્ષ પહેલા સોની રાઝદાને તેની દીકરી આલિયાને દુલ્હન તરીકે વિદાઇ કરી દીધી છે પરંતુ ફરક માત્ર એટલો જ છે કે તે ત્યારે રીલ લાઈફમાં હતી અને હવે તેણે રીયલ લાઈફમાં પણ આવું કરી રહી છે. સોની રાઝદાને ફિલ્મ 'રાઝી'થી આલિયાને વિદાય આપી હતી. એક ઈન્ટરવ્યૂંમાં તેમણે કહ્યું હતું કે, લોકોને રડવા માટે ફિલ્મમાં ગ્લિસરીનની જરૂર છે, પરંતુ મને લાગ્યું કે હું ખરેખર મારી દીકરીને વિદાય આપી રહી છું.
દીકરી એ દરેક ઘરનું ગૌરવ છે, દરેક માતા-પિતાની ઓળખ છે. જ્યારે ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે આખા ઘરમાં ખુશીનો માહોલ હોય છે કારણ કે ઘરમાં લક્ષ્મીનું આગમન દીકરીના રૂપમાં થાય છે. વળી, જ્યારે પુત્રીની વિદાય થાય છે, ત્યારે તે ઘરમાં આંસુનું પૂર આવે છે. માતા માટે સૌથી મુશ્કેલ સમય એ હોય છે જ્યારે તે તેની પુત્રીને તેના ઘરથી દૂર મોકલી દે છે. અભિનેત્રી સોની રાઝદાન પણ આવા જ એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ હતી.
Tags :
aliabhattBollywoodEmotionalPostGujaratFirstMarriageRanbirSinghSoniRazdan
Next Article