આ શિવરાત્રી પર આ રીતે બનાવો સામાની સ્વાદિષ્ટ પુરીઓ, બટાકાના શાક સાથે ખાવાની મજા પડી જશે
મહાશિવરાત્રિનો તહેવાર થોડા જ દિવસોમાં આવવાનો છે. આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસે શિવભક્તો પૂર્ણ ભક્તિ સાથે પૂજા અર્ચના કરે છે અને વ્રત રાખે છે. આ દિવસે ભક્તો આખો દિવસ ફળ ખાય છે. આવી સ્થિતિમાં આજે અમે સામાની પુરી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. સામાનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ સાથે સામામાં સારી માત્રામાં ફાઈબàª
05:27 PM Feb 09, 2023 IST
|
Vipul Pandya
મહાશિવરાત્રિનો તહેવાર થોડા જ દિવસોમાં આવવાનો છે. આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસે શિવભક્તો પૂર્ણ ભક્તિ સાથે પૂજા અર્ચના કરે છે અને વ્રત રાખે છે. આ દિવસે ભક્તો આખો દિવસ ફળ ખાય છે. આવી સ્થિતિમાં આજે અમે સામાની પુરી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ.
સામાનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ સાથે સામામાં સારી માત્રામાં ફાઈબર પણ હોય છે. તેથી તેનું સેવન કરવાથી, તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે તમને ઉપવાસ દરમિયાન ભૂખ ઓછી લાગે છે, તો ચાલો જાણીએ સામાની પુરી બનાવવાની રીત
સામગ્રી
1 કપ (ગ્રાઉન્ડ) સામો
અડધી ચમચી કાળા મરી પાવડર
સ્વાદ મુજબ રોક મીઠું
તળવા માટે તેલ
સામા પુરી કેવી રીતે બનાવવી?
સામાની પુરી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં સામો લો.પછી તમે તેને બેથી ત્રણ વાર સરસ રીતે ધોઇ નાંખો. પછી તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દોઢેક કલાક માટે પલળવા દઇશું, ત્યારબાદ પાણી કાઢી નાંખી તેને મિક્સરમાં નાખીને સરખી રીતે પીસી લઇશું. બાદમાં તેને એક કઢાઇમાં નાંખી ધીમી આંચ પર તેને ગરમ કરી બરાબર હલાવીશું. ત્યારબાદ કઢાઇમાંથી લઇને તેમાં મીઠુ, મરી પાવડર અને તેલ ઉમેરી તેનો લોટ બાંધવો. આ લોટને લગભગ 15 મિનિટ માટે સેટ થવા માટે છોડી દો.આ પછી તેમાંથી બોલ્સ બનાવો અને ગોળ પુરીઓ વાળી લો.ત્યારબાદ એક કડાઈમાં તેલ અથવા દેશી ઘી નાખીને ગરમ કરો.આ પછી તેમાં રોલ્ડ કરેલી પુરીઓ નાખો અને તેને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.હવે તમારી ફલાહારી સામાની પુરીઓ તૈયાર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article