Porbandar માં Fire Safety નો બાટલો બ્લાસ્ટ થતા એકનું મોત
Porbandar: હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ઘટના બની ફાયર વિભાગ અને પોરબંદર પોલીસે ઘટનાની ઉંડાણપૂર્વે તપાસ હાથ ધરી મહેન્દ્રભાઈ મકવાણા નામના આધેડનું અવસાન થતા પરિવારજનોમાં શોકની લાગણી Porbandar: પોરબંદર શહેરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે આવેલા હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ફાયર...
12:23 PM Dec 12, 2025 IST
|
SANJAY
- Porbandar: હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ઘટના બની
- ફાયર વિભાગ અને પોરબંદર પોલીસે ઘટનાની ઉંડાણપૂર્વે તપાસ હાથ ધરી
- મહેન્દ્રભાઈ મકવાણા નામના આધેડનું અવસાન થતા પરિવારજનોમાં શોકની લાગણી
Porbandar: પોરબંદર શહેરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે આવેલા હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ફાયર સેફ્ટીનો બાટલો બ્લાસ્ટ થવાની વિચિત્ર ઘટના સામે આવી છે. આગ બુજાવવા માટે ઉપયોગમાં લેવાતો ફાયર સેફ્ટીનો બાટલો ફાટતા મહેન્દ્રભાઈ મકવાણા નામના આધેડનું અવસાન થતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે. રહેણાંક મકાનને કોમર્શિયલ હેતુથી ઉપયોગ થતા મનપાએ વધુ તપાસ હાથ ધરી છે સાથે ફાયર વિભાગ અને પોરબંદર પોલીસે ઘટનાની ઉંડાણપૂર્વે તપાસ હાથ ધરી છે.
Next Article