અમેરિકામાં અત્યાર સુધીમાં 10 લાખ લોકોએ કોરોનાથી ગુમાવ્યો જીવ, જાણો શું કહ્યું રાષ્ટ્રપતિએ
વ્હાઇટ હાઉસે ગુરુવારે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં કોવિડથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 10 લાખને વટાવી ગઇ છે. રાષ્ટ્રપતિ જો બાઇડેન એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આજે, અમે એક દુ:ખદ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. કોરોનાને કારણે 10 લાખ અમેરિકનોએ જીવ ગુમાવ્યા.' રાષ્ટ્રપતિએ રોગચાળા દરમિયાન પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે રહેવાસીઓને 'આ મહામારી સામે જાગૃત
Advertisement
વ્હાઇટ હાઉસે ગુરુવારે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં કોવિડથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 10 લાખને વટાવી ગઇ છે. રાષ્ટ્રપતિ જો બાઇડેન એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આજે, અમે એક દુ:ખદ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. કોરોનાને કારણે 10 લાખ અમેરિકનોએ જીવ ગુમાવ્યા.' રાષ્ટ્રપતિએ રોગચાળા દરમિયાન પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે રહેવાસીઓને "આ મહામારી સામે જાગૃત રહેવા લોકોને કહ્યું છે.
વિશ્વમાં કોવિડથી મૃત્યુ માટે આ સૌથી વધુ સત્તાવાર આંકડો છે - જોકે વિશ્વ આરોગ્ય સંસ્થા માને છે કે વાસ્તવિક મૃત્યુઆંક વધુ હોઈ શકે છે.
80 મિલિયનથી વધુ કોવિડ કેસ નોંધાયા
યુ.એસ.માં 330 મિલિયનની વસ્તીમાંથી 80 મિલિયનથી વધુ કોવિડ કેસ નોંધાયા છે. પહેલો કોરોનાનો કેસ 20 જાન્યુઆરી 2020ના રોજ નોંધાયો હતો. જેમાં એક વ્યક્તિ વુહાન ચીનથી સિએટલ ગયો હતો. 35 વર્ષીય ન્યુમોનિયા, ઉધરસ, તાવ, ઉબકા અને ઉલટીના 10 દિવસ પછી વ્યક્તિ કોરોના થી સાજો થયો હતો.પરંતુ થોડા અઠવાડિયા પછી કોરોના થી મૃત્યુ થવાના શરુ થઇ ચુક્યા હતા જે 2021ની શરૂઆતમાં દરરોજ 4,000 થી વધુની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.
જાહેર આરોગ્ય નિષ્ણાતો ઉચ્ચ યુએસ મૃત્યુ દર માટે સંખ્યાબંધ કારણો દરસાવ્યાં છે - જેમાં વધુ ચરબી અને હાયપરટેન્શનનો ઊંચો દર, હોસ્પિટલો પર દબાણ વધે છે, રસીઓ વિશે ખચકાટ અને મોટી વૃદ્ધ વસ્તીનો સમાવેશ થાય છે. દરેક યુએસ રાજ્યમાં કોવિડથી થયેલ મૃત્યુ નક્કી કરવાની અલગ પદ્ધતિ હોઈ શકે છે અને આવા મૃત્યુ ઘણીવાર ફક્ત કોરોના સંક્રમણથી નથી થતા
રાષ્ટ્રપતિ બાઇડેને 10 લાખ મૃત્યુ અંગે જણાવતા કહ્યું, "એક રાષ્ટ્ર તરીકે, આપણે આવા દુઃખથી ગભરાવું જોઈએ નહીં, સ્વસ્થ રહેવા માટે, આપણે યાદ રાખવું જોઈએ. આપણે આ મહામારી સામે સતર્ક રહેવું પડશે અને શક્ય તેટલા લોકોના જીવન બચાવવા માટે તમામ પ્રયાસો કરવા પડશે.”


