Rajkot TRP Gaming Zone અગ્નિકાંડને એક વર્ષ થયો પૂર્ણ, હજુ નથી મળ્યો સંપૂર્ણ ન્યાય
27 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો 15 પૈકી 4 આરોપીઓ આજે જામીન પર મુક્ત ફરી રહ્યા છે લાશની ઓળખ કરવા માટે તેમના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા TRP ગેમ ઝોન અગ્નિ કાંડ સર્જાયાને આજે એક વર્ષ પૂર્ણ...
Advertisement
- 27 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો
- 15 પૈકી 4 આરોપીઓ આજે જામીન પર મુક્ત ફરી રહ્યા છે
- લાશની ઓળખ કરવા માટે તેમના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા
TRP ગેમ ઝોન અગ્નિ કાંડ સર્જાયાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. પરંતુ અગ્નિ કાંડમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓને હજુ પણ ક્યારે ન્યાય મળશે તેની રાહમાં બેઠા છે. અગ્નિ કાંડમાં એક નહીં બે નહીં પરંતુ 27 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અગ્નિ કાંડમાં 27 લોકો આગમાં તે રીતે ભડથું થયા હતા કે તેમની લાશની ઓળખ કરવા માટે તેમના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક વર્ષ બાદ પણ પરિવારજનો સહિતના માંગ કરી રહ્યા છે કે અગ્નિ કાંડ કેસનો હિયરિંગ ડે ટુ ડે ચાલે પરંતુ કાયદામાં રહેલ છટકબારી કહો કે વિધિના લેખ 15 પૈકી 4 આરોપીઓ આજે જામીન પર મુક્ત ફરી રહ્યા છે.
Advertisement