Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Valsad : ઑનલાઈન ખરીદીના નામે ઠગાઈનું રેકેટ, ઈમિટેશન જવેલરીના ઓર્ડરના નામે છેતરપિંડી

ઑનલાઈન શોપિંગના નામે છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો ડુંગરા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ 'સ્તુતિમંત્ર' [Stutimantra] નામની વેબસાઈટ બનાવી તેના પર ઈમિટેશન જ્વેલરીની લોભામણી જાહેરાતો મૂકી ગ્રાહકોને ફસાવતી હતી.
Advertisement
  • ઑનલાઈન ખરીદીના નામે ઠગાઈનું રેકેટ (Valsad)
  • વેબસાઈટ પર લોભામણી જાહેરાત આપતા
  • ઈમિટેશન જવેલરીના ઓર્ડરના નામે છેતરપિંડી
  • કપડાના ટુકડા બોક્સમાં પેક કરીને મોકલતા
  • ડુંગરા પોલીસે છીરી ગોડાઉનમાં દરોડા પાડયા
  • બે સગી બહેનો સહિત ચાર ઈસમોની ધરપકડ
  • સ્તુતિમંત્ર ઑનલાઈન વેબસાઈટ થકી છેતરતા

Valsad : ઑનલાઈન શોપિંગના નામે છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો ડુંગરા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ 'સ્તુતિમંત્ર' (Stutimantra) નામની વેબસાઈટ બનાવી તેના પર ઈમિટેશન જ્વેલરીની લોભામણી જાહેરાતો મૂકી ગ્રાહકોને ફસાવતી હતી. ઓર્ડર મળ્યા બાદ ગ્રાહકોને જ્વેલરીને બદલે બોક્સમાં માત્ર નકામા કપડાના ટુકડા પેક કરીને મોકલી દેવાતા હતા. ધંધો જામતા જ ઝડપી પૈસા કમાવવાની લાલચમાં આ ટોળકીએ વ્યાપક છેતરપિંડી શરૂ કરી હતી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેમના ગોડાઉન પર દરોડા પાડી બે સગી બહેનો સહિત ચાર ઈસમોની ધરપકડ કરી છે અને ત્યાંથી 450 જેટલા તૈયાર પાર્સલ તેમજ પેકિંગ મટીરિયલ તથા પ્રિન્ટર પણ જપ્ત કર્યા છે. નોંધનીય છે કે, છેતરપિંડીની રકમ સામાન્ય રીતે નાની હોવાથી મોટાભાગના લોકો ફરિયાદ કરવાનું ટાળતા હતા, જેનો લાભ લઈને આ ઠગો લાંબા સમયથી સક્રિય હતા. આ અહેવાલ માટે જુઓ વીડિયો

Advertisement
Tags :
Advertisement

.

×