Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

24માંથી માત્ર પાંચ દેશોમાં વાસ્તવિક વ્યાજ દર હકારાત્મક, ભારત પણ આ યાદીમાં સામેલ

આ વર્ષે વિશ્વમાં ફુગાવાને રોકવા માટે વ્યાજદર (Interest Rates)માં વધારો કરવાના નિર્ણયની અસર હવે દેશોના વાસ્તવિક વ્યાજદરમાં જોવા મળી રહી છે. 24 દેશોમાંથી માત્ર પાંચ દેશો એવા છે કે જેમનો વાસ્તવિક વ્યાજ દર હકારાત્મક છે. આ રેન્કમાં ભારત (India) સૌથી નીચે છે. વાસ્તવિક વ્યાજ દર એટલે કે જ્યારે રોકાણકારોને ફુગાવાના દરમાંથી વ્યાજ દર દૂર કર્યા પછી જે વળતર મળે છે તે. સૌથી વધુ નેગેટિવ રેટ તુર્કીમાંબેંક ઓફ à
24માંથી માત્ર પાંચ દેશોમાં વાસ્તવિક વ્યાજ દર  હકારાત્મક  ભારત પણ આ યાદીમાં સામેલ
Advertisement
આ વર્ષે વિશ્વમાં ફુગાવાને રોકવા માટે વ્યાજદર (Interest Rates)માં વધારો કરવાના નિર્ણયની અસર હવે દેશોના વાસ્તવિક વ્યાજદરમાં જોવા મળી રહી છે. 24 દેશોમાંથી માત્ર પાંચ દેશો એવા છે કે જેમનો વાસ્તવિક વ્યાજ દર હકારાત્મક છે. આ રેન્કમાં ભારત (India) સૌથી નીચે છે. વાસ્તવિક વ્યાજ દર એટલે કે જ્યારે રોકાણકારોને ફુગાવાના દરમાંથી વ્યાજ દર દૂર કર્યા પછી જે વળતર મળે છે તે. 

સૌથી વધુ નેગેટિવ રેટ તુર્કીમાં
બેંક ઓફ બરોડાના અહેવાલ મુજબ સૌથી વધુ નેગેટિવ રેટ તુર્કીમાં છે જે -75.39% છે. અહીં ફુગાવો 84.39 છે અને વ્યાજ દર 9 ટકા છે. રિપોર્ટ અનુસાર, આર્જેન્ટિનામાં વાસ્તવિક વ્યાજ દર -17.40% છે. ઓસ્ટ્રેલિયામાં -4.20%, કેનેડા -2.65%, યુરો વિસ્તાર -7.50%, ફ્રાન્સ -3.70%, જર્મની -7.50% અને ઇટાલી -9.30% છે. જાપાનમાં -0.380%, રશિયામાં -4.50%, યુએસમાં -2.60% અને યુકેમાં -7.20% છે. મહામારીએ કેન્દ્રીય બેંકોની ફુગાવાને જોવાની રીત બદલી નાખી હતી. તે સમયે પોલિસી રેટને સૌથી નીચા સ્તરે લાવવામાં આવ્યો હતો. આ નિર્ણય દેશો દ્વારા વિકાસ વધારવા માટે લેવામાં આવ્યો હતો પરંતુ હવે તે તેમના માટે નકારાત્મક બની ગયો છે.

યુરો વિસ્તાર, બ્રિટન અને અમેરિકામાં ઉચ્ચ ફુગાવો
યુરો વિસ્તાર, યુકે અને યુએસ બીજા સ્તરે છે જ્યાં ફુગાવો ઘણો ઊંચો છે જેથી વાસ્તવિક દર નકારાત્મક છે. જ્યાં સુધી મોંઘવારી ઓછી ન થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે. આવનારા મહિનામાં ઘણા દેશોની કેન્દ્રીય બેંકો દરોમાં માત્ર 0.50 થી 1.00% વધારો કરી શકે છે.

હકારાત્મક વ્યાજ દર ધરાવતા દેશોમાં ભારત સૌથી નીચે
દેશ                       વ્યાજ      ફુગાવો    વાસ્તવિક વ્યાજ
બ્રાઝિલ             3.75      5.90           7.85
મેક્સિકો               10.50        7.80          2.70
સાઉદી અરેબિયા     5.00        2.90          2.10
ચાઇના                 3.65        1.60          2.05
ભારત                  6.25         5.88          0.37
(આંકડો ટકાવારીમાં, ડિસેમ્બર 16 સુધી)

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×