ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

માત્ર નર્મદાનું પાણી આરોગી નર્મદા પરિક્રમા કરતા સંત, જાણો તેમની યાત્રા વિશે

આ સંત માત્ર નર્મદાના પાણી પર જ નિર્ભર છેસંત ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર ખાતે પહોંચ્યાહજારો ભક્તોએ સ્વાગત કરી આશીર્વચન મેળવ્યા માત્ર નર્મદા (Narmada) નદીના પાણી પર  નિર્ભર અને દરરોજ ૨૦ કિલોમીટર પગપાળા ચાલી નર્મદા માતાની પરીક્રમા કરતાં સંતનું ભરૂચ (Bharuch) નજીકની પવિત્ર તપોવન ભૂમિ નીલકંઠેશ્વર ખાતે આવી પહોંચતા હજારો ભક્તોએ તેઓને આવકારી તેઓના આશીર્વચન મેળવ્યા હતા અને સાથે સમૂહ આàª
04:37 AM Dec 21, 2022 IST | Vipul Pandya
આ સંત માત્ર નર્મદાના પાણી પર જ નિર્ભર છેસંત ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર ખાતે પહોંચ્યાહજારો ભક્તોએ સ્વાગત કરી આશીર્વચન મેળવ્યા માત્ર નર્મદા (Narmada) નદીના પાણી પર  નિર્ભર અને દરરોજ ૨૦ કિલોમીટર પગપાળા ચાલી નર્મદા માતાની પરીક્રમા કરતાં સંતનું ભરૂચ (Bharuch) નજીકની પવિત્ર તપોવન ભૂમિ નીલકંઠેશ્વર ખાતે આવી પહોંચતા હજારો ભક્તોએ તેઓને આવકારી તેઓના આશીર્વચન મેળવ્યા હતા અને સાથે સમૂહ આàª
  • આ સંત માત્ર નર્મદાના પાણી પર જ નિર્ભર છે
  • સંત ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર ખાતે પહોંચ્યા
  • હજારો ભક્તોએ સ્વાગત કરી આશીર્વચન મેળવ્યા 
માત્ર નર્મદા (Narmada) નદીના પાણી પર  નિર્ભર અને દરરોજ ૨૦ કિલોમીટર પગપાળા ચાલી નર્મદા માતાની પરીક્રમા કરતાં સંતનું ભરૂચ (Bharuch) નજીકની પવિત્ર તપોવન ભૂમિ નીલકંઠેશ્વર ખાતે આવી પહોંચતા હજારો ભક્તોએ તેઓને આવકારી તેઓના આશીર્વચન મેળવ્યા હતા અને સાથે સમૂહ આરતીમાં પણ ભક્તો જોડાયા હતા. મંદિરનો પટાંગણ પણ હજારો ભક્તોથી ઉભરાઇ ગયો હતો.  

સદગુરૂ દાદાની અનોખી પરિક્રમા
ભરૂચ જિલ્લામાંથી વહેતી અને સમગ્ર ગુજરાતની ગંગા તરીકે પ્રસિધ્ધ એવી નર્મદા નદીનો મહિમા એવો છે કે વિશ્વમાં આજ એક એવી નદી છે કે જેની પરિક્રમા થઈ શકે છે . આમ તો દર વરસે હજારો લાખો લોકો નર્મદા નદીની પરિક્રમા કરતા હોય છે પરંતુ કદાચ પહેલીવાર નર્મદા નદીની પરિક્રમા હાલ એક સાચા સંત કહી શકાય તેવા સદગુરૂ દાદા કરી રહ્યા છે. ૪૧માં દિવસે ભરૂચ ઝાડેશ્વર પાસેના નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંતની પધરામણી થતા સમગ્ર વાતાવરણ ધાર્મિકમય બની ગયું હતું. છેલ્લા ૨૬ મહિનાથી માત્ર નર્મદા નદીનું નીર પાણી આરોગી આશરે ૩૨૦૦ કીલોમીટર કરતા વધુ અંતર આ સાદગીધારી બાબાએ પૂર્ણ કર્યું છે.
ભરુચના ઝાડેશ્વર ખાતે યાત્રા પહોંચી
મંગળવારના દિવસે નિલકંઠેશ્વર મહાદેવ ખાતે નિરહારી બાબાનું આગમન થયું હતુ . આ બાબાના દર્શન માત્રથી અને નર્મદા પરિક્રમાવાસીઓમાં પણ આનંદ વ્યાપી ગયો હતો. એટલુ જ નહી પરંતુ નિલકંઠેશ્વર ખાતે આવતા ભકતો અને ટ્રસ્ટીઓએ પણ બાબાના આગમનના પગલે ખુશીની લાગણી વ્યકત કરી હતી . 
૨૬ મહિનાથી નર્મદાનું નીર પીને બાબા જીવન નિર્વાહ કરે છે
આ બાબાની ખાસ ખાસિયત એ છે કે , છેલ્લા લગભગ ૨૬ મહિનાથી નર્મદાનું નીર પીને બાબા જીવન નિર્વાહ કરી રહ્યા છે. અન્ય કોઈ અનાજનો દાણો નહી કે અન્ય કોઈ પ્રવાહીનું આચમન બાબા કરતા નથી. ફરાળી ભોજન કે ન દુધનું સેવન કે કોઈપણ જાતના સેવન વગર નિરંતર નર્મદા માતાના જપ કરીને નર્મદા માતાના ખોળા સમાન કિનારા પર સતત ચાલતા આ બાબાના દર્શન અર્થે ઠેર-ઠેર મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે . આવા અનોખા સંત નર્મદા પરિક્રમા કરતા હોય ત્યારે વિશ્વમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ પહોંચે તે સ્વાભાવિક બાબત છે , એટલું જ નહી પરંતુ આ બાબાએ વિવિધ સંકલ્પો સાથે શરૂ કરેલ નર્મદા પરિક્રમા અમરકંટક ખાતે તેઓ પુર્ણ કરનાર‌ છે.
વિવિધ સંકલ્પો સાથે નર્મદા પરિક્રમા
પરિક્રમા અંગે વિવિધ ભરૂચ નર્મદા પરિક્રમા અર્થે નીકળેલા સમર્થ સદગુરૂ દાદાગુરૂએ વિવિધ સંકલ્પો સાથે નર્મદા પરિક્રમાની શરૂઆત કરી હતી આ સંકલ્પોની વિગતો જોતા પ્રકૃતિનું રક્ષણ સાથે જ નદીનું રક્ષણ અને વૃક્ષો બચાવો વિશ્વ બચાવો , સંવર્ધન અને પ્રદુષણ નાબુદી સાથે વિશ્વમાં હરિયાળી કરવા માટે વૃક્ષારોપણના સંકલ્પ આવી સદગુરૂ દાદાએ પરિક્રમાની શરૂઆત તા .૮ મી ઓકટોબરથી શરૂ કરી હતી. માનવીના ઉચ્ચ વિચારો અને આચરણ જ નદીઓના પાણીને પ્રદૂષણ મુક્ત કરશે એમ તેઓએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો--સુરેન્દ્રનગર - મુળી હાઇવે પર ગોદાવરી ગામની સીમમાં દીપડો જોવા મળતાં ગભરાટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BharuchGujaratFirstNarmada
Next Article