Illegal Bangladeshis: ગુજરાતભરમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે Operation Hunt, ઘૂસણખોરો સામે એક્શન!
ભાગવાની કોશિશ કરતા 18 ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, 6000 થી વધુ લોકો પોલીસ સર્વેલન્સ હેઠળ છે.
Advertisement
'ઓપરેશન ડેલ્ટા હન્ટ' દ્વારા ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, આ ઓપરેશન હેઠળ 362 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. જ્યારે ભાગવાની કોશિશ કરતા 18 ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, 6000 થી વધુ લોકો પોલીસ સર્વેલન્સ હેઠળ છે. જ્યારે 780 થી વધુ શંકાસ્પદોની તપાસ ચાલુ છે. રેડ સમયે બસ-રેલવે સ્ટેશનો પર નાકાબંધી કરાઈ હતી. ઘૂસણખોરોને આશરો આપનારાઓની પણ તપાસ થશે. આ સાથે ધૂસણખોરોને નોકરી આપનારા લોકો સામે પણ કાર્યવાહી થશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' ચાલશે......જુઓ અહેવાલ......
Advertisement


