બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ વધુ ગૂંચવાયો, ભાજપના જ નેતાનો વિભાજન સામે બગાવતી સૂર
બનાસકાંઠા જિલ્લામાં દિયોદરને ઓગડ જિલ્લો બનાવવાની માંગ વધુ પ્રબળ બની રહી છે, અને આ મુદ્દે દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી બગાવતી સૂર છેડી રહ્યા છે.
Advertisement
- બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ વધુ ગૂંચવાયો
- ભાજપના જ નેતાનો વિભાજન સામે બગાવતી સૂર
- દિયોદરના ભાજપના ધારાસભ્યનું મોટું એલાન
- ઓગડ જિલ્લો બને ત્યાં સુધી લડત ચાલુ રાખવા હુંકાર
- દિયોદરને ઓગડ જિલ્લો બનાવવાની ઉગ્ર માગ
- "મારા મત વિસ્તારના લોકોની વાત સાંભળવી તે મારુ કર્તવ્ય"
- હું આવ્યો હતો મળવા અને બેસાડ્યો દળવા:કેશાજી
- મેં સરકાર સુધી લેખિતમાં રજૂઆત કરી છે:કેશાજી
- ઓગડજી મહારાજની ભક્તિમાં કંઈક કમી રહી ગઈ હશે:કેશાજી
- માટે સરકારે ઓગડ જીલ્લો જાહેર નથી કર્યો:કેશાજી
- ઓગડજીની આ ધરતી એ પવિત્ર ધરતી છે:કેશાજી
- 'સત્ય કભી પરાજય નહીં હોતા', વિજય ઓગડજીની ધરતીનો:કેશાજી
- "ઓગડજીની ધરતીને ગૌરવ મળે, જો પાછો પડું તો જણનારીનું ધાવણ લાજે"
બનાસકાંઠા જિલ્લામાં દિયોદરને ઓગડ જિલ્લો બનાવવાની માંગ વધુ પ્રબળ બની રહી છે, અને આ મુદ્દે દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી બગાવતી સૂર છેડી રહ્યા છે. કેશાજીએ જાહેર કર્યું કે, તેઓ ઓગડ જિલ્લો જાહેર ન થાય ત્યા સુધી લડત છોડવાના નથી. તેમણે જણાવ્યું કે, "મારા મતવિસ્તારના લોકોએ જે આશા રાખી છે, તે પૂરી કરવી મારું કર્તવ્ય છે." તેમણે રાજ્ય સરકાર સુધી લેખિત રજૂઆત પણ કરી હોવાનું કહ્યું અને ઉમેર્યું કે ઓગડજી મહારાજની ભક્તિમાં કશુંક કમી રહી ગઈ હશે કે સરકાર આ મુદ્દે નિર્ણય લઈ શકી નથી.
Advertisement


