માલધારી સમુદાયના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબધ્ધ છે : કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલા
પશુઓ સાથે વિચરતા માલધારીઓનો સર્વે કરી અને તમામને ઓળખપત્ર આપવા માટેની જાહેરાત કરીને કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ ભુજ નજીક અજરખપુર, એલએલડીસી મ્યુઝીયમ મધ્યે રાષ્ટ્રીય યુવા માલધારી સંમેલનને ખુલ્લું મુકયું હતું.જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તેવી કામગીરીઆ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના 17 રાજ્યોના 30 જેટલા અલગ અલગ માલધારી સમુદાયàª
06:31 PM Jan 21, 2023 IST
|
Vipul Pandya
પશુઓ સાથે વિચરતા માલધારીઓનો સર્વે કરી અને તમામને ઓળખપત્ર આપવા માટેની જાહેરાત કરીને કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ ભુજ નજીક અજરખપુર, એલએલડીસી મ્યુઝીયમ મધ્યે રાષ્ટ્રીય યુવા માલધારી સંમેલનને ખુલ્લું મુકયું હતું.
જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તેવી કામગીરી
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના 17 રાજ્યોના 30 જેટલા અલગ અલગ માલધારી સમુદાયના યુવાનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિચરતા માલધારી સમુદાયને મદદરૂપ બનવા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી કરાઇ છે. ત્યારે કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગની ઉચ્ચસ્તરીય ટીમ અને વરીષ્ઠ અધિકારીઓ સાથે આ સંમેલનના માધ્યમથી માલધારી સમુદાય અંગે મેળવલી વિગતોના આધારે રેકર્ડ તૈયાર કરવામાં આવશે અને તેના મારફતે કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ વિચરતા માલધારી સમુદાયને મળે તેવી કામગીરી કરાશે.
સમસ્યાના સમાધાન માટે કમિટીનું ગઠન થશે
કેન્દ્ર સરકાર દ્વારા માલધારી સમાજના કલ્યાણ અર્થે કરાયેલી કામગીરી પર પ્રકાશ પાડતા તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશના દરેક પશુઓનું સરકારી ખર્ચે રસીકરણ ઉપરાંત 1962 મોબાઈલ એમ્બ્યુલન્સ ડીસ્પેન્સરી ઉપરાંત અત્યાર સુધી દેશમાં 4000 ફરતા પશુ દવાખાના કાર્યરત હોવાનું ઉમેર્યું હતું. આ ઉપરાંત પશુઓ સાથે વિચરવા સમયે માલધારીઓને નડતી સમસ્યાના સમાધાન માટે પશુપાલન વિભાગની અધ્યક્ષતામાં સંબધિત વિભાગ સાથે સયુંકત કમિટીનું ગઠન કરાશે. જેમાં માલધારી પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરાશે તેવું ઉમેર્યું હતું.
માલધારીઓ માટે ગોબર એ "ગોબરધન "બની જશે
રૂપાલાએ પશુપાલકો આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરે તે માટે દુધ તથા અન્ય પ્રોડકટ સંલગ્ન સંશોધન કરવા પશુપાલન વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. અત્યારે ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા છાણ ખરીદવાનું શરૂ કરાયું હોવાનું અને આવનારા દિવસોમાં ગોબરની માંગ વધશે અને ભવિષ્યમાં તેનું મુલ્ય વધતા માલધારીઓ માટે ગોબર એ "ગોબરધન "બની જશે એવું તેમણે ઉમેર્યું હતું. સંમેલનમાં રાષ્ટ્રીય સંગઠનની રચના કરવામાં આવી હતી જેને કેન્દ્રીય મંત્રીશ્રીએ બિરદાવી હતી.
કચ્છમાં પ્રથમ વખત જ માલધારીઓનું રાષ્ટ્રીય સંગઠન રચાયું
ધારાસભ્ય કેશુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, માલધારી સમુદાય આપણી વિરાસત છે અને પશુપાલન એ માત્ર જીવનશૈલી જ નહીં પણ વ્યવસાય પણ છે. તેથી તેને સંલગ્ન પ્રશ્નો સમજી તેના ઉકેલ માટે સરકાર દ્વારા પુરતા પ્રયાસો કરાશે. મુખ્ય આયોજક સંસ્થા એલએલડીસી, સહજીવન, લીવિંગ લાઇટલી અને શ્રોફ ફાઉન્ડેશનના વડા દીપેશભાઈ શ્રોફએ આયોજનનું મુખ્ય શ્રેય કચ્છ નવનિર્માણ અભિયાનના સુષ્માબેન આયંગરને આપ્યો હતો. કચ્છમાં પ્રથમ વખત જ માલધારીઓનું રાષ્ટ્રીય સંગઠન રચાયું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article