ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગાંધીધામ ખાતે આજથી ટ્રીએંગ્યુલર દિવ્યાંગ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કચ્છના ગાંધીધામ ખાતે આજથી ટ્રીએંગ્યુલર દિવ્યાંગ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની જેમ જ ભારતીય  દિવ્યાંગ ક્રિકેટર માટેના ભારતીય દિવ્યાંગ ક્રિકેટ એસોસિએશનના સહયોગ સાથે આયોજિત આ ટુર્નામેન્ટમાં ત્રણ રાજ્યોના દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લીધો છે.  અગ્રવાલ સમાજ, લાયન્સ ક્લબ તથા અમદાવાદના નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા કચ્છમાં પ્રથમ વખત ગાંધ
08:54 AM Feb 11, 2023 IST | Vipul Pandya
કચ્છના ગાંધીધામ ખાતે આજથી ટ્રીએંગ્યુલર દિવ્યાંગ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની જેમ જ ભારતીય  દિવ્યાંગ ક્રિકેટર માટેના ભારતીય દિવ્યાંગ ક્રિકેટ એસોસિએશનના સહયોગ સાથે આયોજિત આ ટુર્નામેન્ટમાં ત્રણ રાજ્યોના દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લીધો છે.  અગ્રવાલ સમાજ, લાયન્સ ક્લબ તથા અમદાવાદના નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા કચ્છમાં પ્રથમ વખત ગાંધ
કચ્છના ગાંધીધામ ખાતે આજથી ટ્રીએંગ્યુલર દિવ્યાંગ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની જેમ જ ભારતીય  દિવ્યાંગ ક્રિકેટર માટેના ભારતીય દિવ્યાંગ ક્રિકેટ એસોસિએશનના સહયોગ સાથે આયોજિત આ ટુર્નામેન્ટમાં ત્રણ રાજ્યોના દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લીધો છે.  અગ્રવાલ સમાજ, લાયન્સ ક્લબ તથા અમદાવાદના નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા કચ્છમાં પ્રથમ વખત ગાંધીધામ ખાતે દિવ્યાંગ ટ્રાન્ગ્યુલર ટી-20 ક્રિકેટ કપનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે શહેરના  ડી.પી.એસ.ના મેદાન પર બે દિવસીય આ ટૂર્નામેન્ટમાં જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને વડોદરાની ટીમો વચ્ચે મેચ શરૂ થઈ હતી.  ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી સહિતના  આગેવાનોએ ટોસ ઉછાળીને આ ટુર્નામેન્ટનો પ્રારંભ  કરાવ્યો હતો. 
કચ્છમાં દિવ્યાંગો માટે ક્રિકેટ ટી-20 મેચ નું આયોજન નથી થયું. દિવ્યાંગોને પણ મોકો મળે અને તેમને જોઈને અન્ય લોકો પણ આગળ આવે તેવા હેતુસર આ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે.  ડીપીએસ મેદાન ખાતે સિઝન બોલથી 20 ઓવરની લીગ મેચનું આયોજન કરાયું છે.  જેમાં જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાત (વડોદરા)ની ટીમો ટકરાશે.  તા. 11 અને 12/2ના   પ્રથમ વખતની આ ટૂર્નામેન્ટમાં સ્થાનિક ભચાઉના બે ખેલાડીઓ પણ પોતાનું કૌવત બતાવી રહયા છે.  આ ટૂર્નામેન્ટમાં જમ્મુ-કાશ્મીર વતી આમીર લોને પણ ભાગ લેશે. આ ખેલાડીના બંને હાથ નથી તે ગળા અને ખભામાં બેટ ભરાવી ધૂંઆધાર બેટિંગ કરતા હોય છે.  . ટૂર્નામેન્ટમાં દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ  બોર્ડ ના  ઇન્ડિયાના સેક્રેટરી હારૂન રશીદ વગેરે અગ્રણીઓ અહીં આવી પહોંચ્યા છે.    આ ટુર્નામેન્ટ ઉપરાંત  તા. 13/2 ના વડોદરા અને અમદાવાદની ટીમો વચ્ચે ડીપીએસ ખાતે મૈત્રીપૂર્ણ મેચ યોજાશે, જેમાં તમામ ખેલાડીઓ વ્હીલચેર પર રમશે. 
  
આયોજક પૈકીના અગ્રવાલ સમાજના યુવા આગેવાન રાહુલ ગોયલે જણાવ્યુ હતુ કે દિવ્યાંગ ખેલાડીઓના  પ્રોત્સાહન માટે આ આયોજન કરાયું છે. નાના આયોજનની શરૂઆત  આજે ટી 20 કપ પર જઇ પહોંચી છે. જે માટે દિવ્યાંગ ક્રિકેટ બોર્ડનો સહયોગ મળ્યો છે. આગામી સમયમાં સમગ્ર દેશમાં દિવ્યાંગો  ક્રિકેટ રમી શકે તે માટેના પૂરતા પ્રયાસો કરાશે. 
સમગ્ર આયોજનમાં સહભાગી લાયન્સ કલબાના આગેવાન સંજય ગાંધીએ કહયું હતું કે ત્રણ રાજ્યોની ટીમ ઉપરાંત જેમના પગ નથી તેવા દિવ્યાંગ ખેલાડીઓ વ્હીલચેર પર બેસીને ક્રિકેટ રમશે તેમના માટે મૈત્રીપૂર્ણ મેચ રમાશે. ગાંધીધામવાસીઓએ આ આયોજનને નિહાળવા અને દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે અનુરોધ કર્યો હતો. 
આ પણ વાંચોઃ  શ્રમિકોના વિવિધ મુદ્દે ગાંધીધામ લોકલ ટ્રાન્સપોર્ટ ટ્રક ઓનર્સ એસોસીએશન સ્વૈચ્છિક હડતાલ પર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
 
Tags :
DivyangT20CricketGandhidhamGujaratFirstorganizedTournamentTriAngular
Next Article