આપણું આરોગ્ય એ માત્ર સરકારની જવાબદારી નથી પણ વ્યક્તિની પોતાની પણ છે !
કોરોના મહામારી લગભગ મરી પરવારી છે એમ માનીને ફરીથી પાછું ધબકતું થયેલું વિશ્વ અને એમાંય ખાસ કરીને ભારત અને ભારતના કેટલાક રાજ્યો માટે ફરીથી ચેતવણીના સૂર સંભળાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાની મહામારી ફરીથી દેખાવા માંડી છે ત્યારે આપણે આપણા આરોગ્યને માટે જરા નવેસરથી જુદી રીતે પણ વિચારવાની જરૂર છે.એ માટે આપણે સ્વીડનનો ઝળહળતો દાખલો આંખો સામે રાખવાની જરૂર છે. આપણે સૌ જાણીએ છીએ કે યુરà«
08:55 AM Jun 13, 2022 IST
|
Vipul Pandya
કોરોના મહામારી લગભગ મરી પરવારી છે એમ માનીને ફરીથી પાછું ધબકતું થયેલું વિશ્વ અને એમાંય ખાસ કરીને ભારત અને ભારતના કેટલાક રાજ્યો માટે ફરીથી ચેતવણીના સૂર સંભળાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાની મહામારી ફરીથી દેખાવા માંડી છે ત્યારે આપણે આપણા આરોગ્યને માટે જરા નવેસરથી જુદી રીતે પણ વિચારવાની જરૂર છે.
એ માટે આપણે સ્વીડનનો ઝળહળતો દાખલો આંખો સામે રાખવાની જરૂર છે. આપણે સૌ જાણીએ છીએ કે યુરોપમાં જ્યારે કોરોના મહામારીની લહેર પીક ઉપર હતી ત્યારે પણ સ્વીડન દેશે લોકડાઉન જાહેર કર્યું નહોતું અને છતાં લોકોની સ્વયં શિસ્ત, સ્વયં જાગૃતિ અને ઇચ્છાશક્તિને કારણે તેઓએ કોરોના મહામારી સામે જબરજસ્ત લડાઈ આપી અને વિશ્વના બીજા દેશોની એક જુદા જ પ્રકારનું ઉદાહરણ પૂરું પાડ્યું.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચ વન વર્લ્ડ ઇન ડેટાના આંકડા કહે છે તે પ્રમાણે યુરોપમાં પ્રત્યેક 10 લાખની વસ્તીએ અઢારસોના મોત થયા છે. જ્યારે સ્વીડનમાં પ્રત્યેક 10 લાખની વસ્તીએ 1500 કરતાં પણ ઓછા મૃત્યુ થયા છે. એટલું જ નહીં સંક્રમણના મામલામાં પણ સ્વીડન યુરોપના ઘણા બધા દેશો કરતા ખૂબ આગળ નીકળી ગયું છે. એટલે કે ત્યાં સંક્રમણનું પ્રમાણ પણ ઘણું ઓછું રહ્યું છે. એનું એકમાત્ર કારણ સ્વિડનના લોકોએ જાળવેલી સ્વયં શિસ્ત છે. સ્વીડનમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ ભૂલથી પણ સરકારની જાહેર કરેલી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરે છે.
આપણે ત્યાં માસ્ક પહેરવા જેવી સામાન્ય બાબત માટે પણ સરકારને, પોલીસતંત્ર દ્વારા ખૂબ કડકાઈથી વર્તવું પડ્યું છે - અને છતાં લોકો સ્વયં શિસ્તની વાત તો બાજુમાં જવા દો પણ જો પોલીસની નજર ચૂકવીને માસ્ક વગર હરી ફરી શકાતું હોય તો એમાં પોતાની શાન સમજે છે. આ સ્થિતિ જે તે વ્યક્તિ માટે તો ગયા વર્ષ જીવલેણ સાબિત થઈ છે પણ સાથે સાથે સમાજના અન્ય લોકો માટે ભયાવહ સાબિત થઈ અને કોરોનાની બીજી લહેરમાં આપણે ત્યાં બિમારીનો અને મૃત્યુનો દર ઘણો જ ઊંચો રહ્યો.
આપણા દેશની સરકારના પ્રયત્નોની ટીકા નથી પણ આપણે ત્યાં સરકારે લાદેલા નિયંત્રણોની વિરુદ્ધ જવાની જે માનસિકતા છે તે વહેલામાં વહેલી તકે દૂર થાય અને લોકો પોતાની જવાબદારી સમજીને સ્વયમ માસ્ક પહેરવાથી માંડીને રસી લેવા સુધી સોશિયલ ડિસ્ટન્સ જેવી સરકારની તમામ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું તો શરૂ કરે તો કદાચ હવે પછી સંભવિત રીતે આવી રહેલા કોરોના મહામારીના સંકેતો સામે આપણે ઢાલ ઊભી કરી શકીશું. આપણું આરોગ્ય એ માત્ર સરકારની જવાબદારી નથી પણ વ્યક્તિની પોતાની પણ છે - અને એટલા માટે સ્વીડનનું ઉદાહરણ લઈને સ્વયંશિસ્ત દ્વારા કોરોના મહામારી તો ઠીક છે પરંતુ રોજેરોજના જીવનમાં પણ આપણા આરોગ્યનું પણ વધારે સારું રક્ષણ કરી શકીયે.
Next Article