Ahmedabad Plane Crash : "પ્લેન ક્રેશ દુર્ઘટનમાં અમારા વિજયભાઈ હતા" : Parshottam Rupala
પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતા ભાજપના કાર્યકરો સહિત ધારાસભ્યો તેમજ તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
Advertisement
અમદાવાદ ખાતે થયેલ પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થવા પામ્યું હતું. સાંસદ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું કે, પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમારા વિજયભાઈ હતા. રાજ્યસભા હોય કે સંગઠન સાથે રહીને કામ કરવાનો મોકોક મળ્યો હતો. ન સ્વીકારી શકાય તેવો આઘાત છે. પરિવારજનોને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. વિજયભાઈ સાથે અન્ય જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને ભગવાન શાંતિ આપે.
Advertisement