ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દક્ષિણ આફ્રિકાનો આ બેટ્સમેન સીરીઝમાંથી OUT, ટીમ ઈન્ડિયાને થઇ શકે છે ફાયદો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ ચાલી રહી છે. સીરીઝની શરૂઆતની બે મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ 2-0થી લીડ મેળવી લીધી હતી, ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચ જીતીને સીરીઝ જીતની પોતાની આશા જીવંત રાખી હતી. જોકે, ટીમ ઈન્ડિયા ત્રણ મેચમાંથી માત્ર એક જ મેચ જીતીને શ્રેણીમાં હજુ પણ તલવારની ધાર પર ટકી રહી છે. બંને ટીમો વચ્ચે આગામી મેચ 17 જૂને એટલે કે આવતી કાલે રાજકોટમાં રમાશે. મહત્વ
10:05 AM Jun 16, 2022 IST | Vipul Pandya
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ ચાલી રહી છે. સીરીઝની શરૂઆતની બે મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ 2-0થી લીડ મેળવી લીધી હતી, ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચ જીતીને સીરીઝ જીતની પોતાની આશા જીવંત રાખી હતી. જોકે, ટીમ ઈન્ડિયા ત્રણ મેચમાંથી માત્ર એક જ મેચ જીતીને શ્રેણીમાં હજુ પણ તલવારની ધાર પર ટકી રહી છે. બંને ટીમો વચ્ચે આગામી મેચ 17 જૂને એટલે કે આવતી કાલે રાજકોટમાં રમાશે. મહત્વ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ ચાલી રહી છે. સીરીઝની શરૂઆતની બે મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ 2-0થી લીડ મેળવી લીધી હતી, ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચ જીતીને સીરીઝ જીતની પોતાની આશા જીવંત રાખી હતી. 
જોકે, ટીમ ઈન્ડિયા ત્રણ મેચમાંથી માત્ર એક જ મેચ જીતીને શ્રેણીમાં હજુ પણ તલવારની ધાર પર ટકી રહી છે. બંને ટીમો વચ્ચે આગામી મેચ 17 જૂને એટલે કે આવતી કાલે રાજકોટમાં રમાશે. મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકાને અહીંથી શ્રેણી જીતવા માટે 2માંથી માત્ર એક જીતની જરૂર છે, પરંતુ તે પહેલા જ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આ મેચ પહેલા દક્ષિણ આફ્રિકાએ તોફાની બેટિંગ કરતા એડન માર્કરામને બહારનો રસ્તો બતાવ્યો છે. 
બીજી તરફ મજબૂત વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક પર શ્રેણીમાંથી બહાર થવાનો ખતરો છે. મિડલ ઓર્ડર બેટ્સમેન એડન માર્કરામ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકા ક્રિકેટે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. માર્કરામ ગયા અઠવાડિયે કોરોનાની ઝપેટમાં આવ્યો હતો, ત્યારબાદ તેને 7 દિવસના ક્વોરેન્ટિનમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ હવે તે શ્રેણીની બાકીની મેચોમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. 
સીએસએના નિવેદન અનુસાર, 27 વર્ષીય યુવાને એક અઠવાડિયું ક્વોરેન્ટિનમાં વિતાવ્યું હતું અને છેલ્લી બે મેચમાં તે પરત ફરવાનો નિર્ણય લેવામાં અસમર્થ હતો. આ દરમિયાન દક્ષિણ આફ્રિકા ક્વિન્ટન ડી કોકની ફિટનેસ પર પણ નજર રાખી રહ્યું છે. તે કાંડાની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા ક્રિકેટે એક નિવેદન જારી કરીને કહ્યું કે, "વિકેટ-કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે કાંડાની ઈજામાંથી સાજા થવામાં ઘણો સુધારો કર્યો છે.  
દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ડી કોક ઈજાના કારણે છેલ્લી બે મેચમાંથી બહાર હતો. તેના સ્થાને હેનરિક ક્લાસેનને XIમાં સામેલ કરવામાં આવ્યો. જમણા હાથના બેટ્સમેને કટકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 2-0થી પાછળ રહી ગયા બાદ ભારતે શ્રેણીમાં ટકી રહેવા માટે ત્રીજી T20Iમાં શાનદાર પુનરાગમન કર્યું હતું. આગામી બે મેચમાં ટીમ ઈન્ડિયા કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો - આફ્રિકા બાદ ઈંગ્લેન્ડનો વારો, કોહલી, ગિલ સહિતના ખેલાડીઓ તૈયાર
Tags :
AidenMarkramBatsmanCricketGujaratFirstINDvsSASeriesSportsT20IT20ISeries
Next Article