Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મધ્ય સેનેગલમાં બસ અક્સ્માતમાં 40થી વધુના મોત, બે બસો સામ-સામે ટકરાતા સર્જાઇ દુર્ઘટના

મધ્ય સેનેગલમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે  આ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે અન્ય 78 લોકો ઘાયલ થયા છે. સેન્ટ્રલ સેનેગલમાં બે બસો સામસામે ટકરાઈ હતી. જેના કારણે બંને બસમાં સવાર ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા.ગનીબી ગામમાં માર્ગ અકસ્માત સર્જાયો હતોપ્રેસિડેન્ટ મેકી સૈલે જણાવ્યું હતું કે કાફરીન ક્ષેત્રના ગનીબી ગામમાં સવારે લગભગ 3.30 વાગ્યે મàª
મધ્ય સેનેગલમાં બસ અક્સ્માતમાં 40થી વધુના મોત  બે બસો સામ સામે ટકરાતા સર્જાઇ દુર્ઘટના
Advertisement
મધ્ય સેનેગલમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે  આ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે અન્ય 78 લોકો ઘાયલ થયા છે. સેન્ટ્રલ સેનેગલમાં બે બસો સામસામે ટકરાઈ હતી. જેના કારણે બંને બસમાં સવાર ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા.
ગનીબી ગામમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો
પ્રેસિડેન્ટ મેકી સૈલે જણાવ્યું હતું કે કાફરીન ક્ષેત્રના ગનીબી ગામમાં સવારે લગભગ 3.30 વાગ્યે માર્ગ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. તેમણે કહ્યું કે હું આજે ગનીબીમાં થયેલા દુ:ખદ માર્ગ અકસ્માતથી ખૂબ જ દુઃખી છું, જેમાં 40 લોકોના મોત થયા છે. અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.
ત્રણ દિવસનો શોક જાહેર કર્યો
રાષ્ટ્રપતિએ ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ માર્ગ સલામતીનાં પગલાં અંગે ચર્ચા કરશે. આ રોડ અકસ્માત નેશનલ રોડ નંબર-1 પર થયો હતો. સરકારી વકીલના જણાવ્યા અનુસાર, પંકચર થયેલા ટાયરને કારણે જાહેર પરિવહનની બસ અન્ય  બસ સાથે અથડાઈ હતી. જેના કારણે બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 78 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
2017માં પણ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો
સ્થાનિકોનું કહેવું છે કે પશ્ચિમ આફ્રિકન દેશમાં ખરાબ રસ્તાઓ, ખરાબ કાર અને ડ્રાઈવરો નિયમોનું પાલન ન કરતા હોવાને કારણે અકસ્માતો નિયમિતપણે થાય છે. 2017માં, બે બસો વચ્ચે અકસ્માત થતાં ઓછામાં ઓછા 25 લોકોનાં મોત થયાં હતાં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×