ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઉદયપુર હત્યાકાંડને લઇને ગુસ્સામાં છે ઓવૈસી, કહ્યું- જો પોલીસ વધુ સતર્ક હોત તો...

રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની નિર્મમ હત્યાની આજે સમગ્ર દેશમાં ભારે નિંદા થઇ રહી છે. રાજસ્થાન સરકાર આ મામલે કડક કાર્યવાહી કરી રહી છે. જે રીતે આ મામલે લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તે જોતા રાજ્યની સરકારે પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, લોકો શાંતિ બનાવી રાખે અને આ વિડીયોને શેર ન કરે. વળી બીજી તરફ આ બંને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે આ ઘટના પર AIMIAના ચીફ અસદુદ્દીન
09:40 AM Jun 29, 2022 IST | Vipul Pandya
રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની નિર્મમ હત્યાની આજે સમગ્ર દેશમાં ભારે નિંદા થઇ રહી છે. રાજસ્થાન સરકાર આ મામલે કડક કાર્યવાહી કરી રહી છે. જે રીતે આ મામલે લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તે જોતા રાજ્યની સરકારે પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, લોકો શાંતિ બનાવી રાખે અને આ વિડીયોને શેર ન કરે. વળી બીજી તરફ આ બંને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે આ ઘટના પર AIMIAના ચીફ અસદુદ્દીન
રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની નિર્મમ હત્યાની આજે સમગ્ર દેશમાં ભારે નિંદા થઇ રહી છે. રાજસ્થાન સરકાર આ મામલે કડક કાર્યવાહી કરી રહી છે. જે રીતે આ મામલે લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તે જોતા રાજ્યની સરકારે પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, લોકો શાંતિ બનાવી રાખે અને આ વિડીયોને શેર ન કરે. વળી બીજી તરફ આ બંને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે આ ઘટના પર AIMIAના ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન આવ્યું છે. 
ઓવૈસીએ કહ્યું કે, મંગળવારે ઉદયપુરમાં બનેલી ઘટનાની હું સખત નિંદા કરું છું. આ ગુનો છે અને કાયદો પોતાના હાથમાં લઇને કોઈની હત્યા કરવાનો કોઇને અધિકાર નથી. મને આશા છે કે, રાજસ્થાન સરકાર આના પર કડક કાર્યવાહી કરશે અને આરોપીઓને કડક સજા આપશે. ઓવૈસીએ કહ્યું કે, કન્હૈયા લાલની હત્યા અટકાવી શકાઈ હોત. તે પહેલાથી જ તેના વિશે ફરિયાદ કરતો હતો. આ ક્રૂર હત્યા છે, અમે તેનો વિરોધ કરીએ છીએ. જે વિડીયો બનાવવામાં આવ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે, દેશમાં કેવી રીતે કટ્ટરતા વધી રહી છે. નૂપુર શર્માની ધરપકડ કરીને કોર્ટની કલમો હેઠળ સજા થવી જોઈએ. ઓવૈસીએ કહ્યું કે, નૂપુર શર્માને ભારતના કાયદા હેઠળ સજા મળવી જોઈએ. તેમણે સરકાર પર નૂપુર શર્માને બચાવવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, દેશમાં કટ્ટરવાદને રોકવા માટે સરકારે બધા માટે સમાન રીતે કાયદો લાગુ કરવો જોઈએ.

મહત્વનું છે કે, કન્હૈયાલાલ નામના ટેલરનું ગળું કાપવામાં આવ્યું હતું. બંને આરોપીઓના નામ રિયાઝ અને મોહમ્મદ ગૌસ તરીકે આપવામાં આવ્યા હતા. બંને આરોપીઓની ઉદયપુરથી 50 કિલોમીટર દૂર રાજસમંદ જિલ્લાના ભીમ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઉદયપુરમાં મંગળવારે સોશિયલ મીડિયા પર ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નૂપુર શર્માને કથિત રીતે સમર્થન આપવા બદલ એક દરજીની હત્યા કરવામાં આવી હતી. બંને હુમલાખોરોએ આ ઘટનાને કેમેરામાં રેકોર્ડ પણ કરી હતી અને અન્ય એક વિડીયો પોસ્ટમાં કહ્યું હતું કે, તેઓએ ઈસ્લામના અપમાનનો બદલો લીધો હતો. રાજ્ય સરકાર, પોલીસ-વહીવટ તુરંત જ એક્શનમાં આવ્યા હતા. હત્યાના આરોપીઓની મંગળવારે જ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - ઉદયપુર હત્યાકાંડની તપાસ NIA કરશે, ગૃહમંત્રાલયે આપ્યો આદેશ, આંતકી સંગઠન સાથે કનેક્શનની છે શંકા
Tags :
AIMIMChiefAsaduddinOwaisiGujaratFirstMurderRajasthanUdaipurUdaipurIncidentUdaipurMurderCase
Next Article