Pahalgam Terror Attack : ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું, જુઓ તાજા સ્થિતિ
Gujarat First Ground Zero Report : 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ના પહેલગામમાં થયેલા નિર્દયી આતંકવાદી હુમલા (Terrorist Attack) એ સમગ્ર ભારતને હચમચાવી દીધું છે. આ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોતથી દેશભરમાં આઘાત અને આક્રોશનું મોજું ફરી વળ્યું છે. પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો પર આ હુમલાનો આરોપ લાગતાં, લોકોમાં ગુસ્સો ભડક્યો છે અને પાકિસ્તાન સાથેના તમામ સંબંધો બંધ કરવાની માંગ ઉઠી છે. આ ઘટનાએ રાષ્ટ્રીય એકતા અને આતંકવાદ સામે લડવાના સંકલ્પને વધુ મજબૂત કર્યો છે. ત્યારે આજે Gujarat First ની ટીમ કાશ્મીરમાં પહોંચી છે. જ્યાથી ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ (Channel Head of Gujarat First Dr. Vivek Kumar Bhatt) અત્યારે ત્યાનો કેવો માહોલ છે તે વિશે જણાવી રહ્યા છે.