Pahalgam Terror Attack: ધર્મ પૂછીને ગોળી મારી હતીને? લો આ ઉભો.. મારો ગોળી...
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના પહલગામ (Pahalgam )માં થયેલ આતંકી હુમલા(Terror Attack) બાદ સેના દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ (Oparation Allout) ચાલી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ(Gujarat First) પણ ગ્રાઉન્ડ ઝીરો (Gujarat First Ground Zero) પહલગામ (Pahalgam) પહોંચ્યું હતું.
રાજસ્થાન (Rajasthan)નાં એક પ્રવાસી કે જેઓ રામ રાજ્ય મિશનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનું પણ જણાવ્યું હતું. તેઓ દ્વારા જણાવ્યું હતું કે, આ એ લોકો દ્વારા ભારતની તેમજ કાશ્મીર (Jammu Kashmir) ની પ્રગતિને રોકવાનો પ્રયાસ કર્યો છે. તેમજ આ આતંકી હુમલામાં તેમને થઈ શકે કે લોકલ સપોર્ટ પણ મળ્યો હોય. અમે તેઓને સંદેશ આપવા માંગશું કે તો લોકો ધર્મ પૂછીને ગોળી મારી રહ્યા હતા. હું આ ઉભો મારો ગોળી કોણ મારશે ગોળી અમે તેમને જવાબ આપીશું. અમે કરારો જબાવ આપીશું. ભારત ન તૂટશે.... ન ઝૂકશે.... ન ઉભું રહેશે..... આ જે આતંકવાદની ખીણ છે ને ત્યાંથી જ આ લોકો ટ્રેનીગ લઈ રહ્યા છે. આ લોકોએ કાશ્મીરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. જ્યાં સુધી POK આ કાશ્મીરનાં લોકોને ભેટ આપવામાં નહી આવે ત્યાં સુધી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની આત્માને શાંતિ નહી મળે. અમે ક્યાં સુધી આવી ઘટનાઓ જોતા રહીશું. આજે કાશ્મીરનાં રોજગાર ધંધા ફરી પડી ભાંગ્યા છે. અહીંયા તમામ હોટલ અત્યારે બંધ છે. આ વખતે જવાબ આપવો જ પડશે. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી દરેક ભારતીય એવું ઈચ્છે છે કે ખૂનનો જવાબ ખૂનથી જ આપવો પડશે.


