Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terrorist Attack : આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત

Pahalgam Terrorist Attack : દુનિયાના તમામ ટેન્શન છોડી જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) ફરવા ગયેલા લોકોએ ગઇ કાલે આતંકીઓનું એક ખતરનાક રૂપ જોયું.
Advertisement

Pahalgam Terrorist Attack : દુનિયાના તમામ ટેન્શન છોડી જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) ફરવા ગયેલા લોકોએ ગઇ કાલે આતંકીઓનું એક ખતરનાક રૂપ જોયું. જણાવી દઇએ કે, મંગળવારે બપોરે કાશ્મીરના પહેલગામ (Pahalgam) માં આતંકવાદી હુમલો (terrorist attack) થયો હતો. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા છે. જેમા ભાવનગરના પિતા-પુત્રનો પણ સમાવેશ થાય છે.

ભાવનગરના પિતા-પુત્રનું મોત

2019 માં પુલવામા આતંકવાદી હુમલા પછી ખીણમાં આ સૌથી ઘાતક હુમલો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોમાં 2 વિદેશીઓ પણ હતા. આ હુમલામાં 2 સ્થાનિક નાગરિકો પણ માર્યા ગયા હતા. ગુજરાતના 3 વ્યક્તિ પણ આ હુમલાનો ભોગ બન્યા છે. જણાવી દઇએ કે, ભાવનગરના યતેશ પરમાર, સુમિત પરમારનું પહલગામ હુમલામાં મોત થયું છે. મળતી માહિતી અનુસાર, આ બંને પિતા-પુત્ર છે. આ સિવાય સુરતના શૈલાષ કલઠિયાનું પણ આ આતંકી હુમલામાં મોત થયું છે. જ્યારે બે ગુજરાતી પર્યટક સહિત કુલ 17 લોકો સારવાર હેઠળ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×