ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હજુ પણ સેમીફાઇનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ

T20 World Cupની આઠમી સીઝનમાં સતત અપસેટ જોવા મળી રહ્યાં છે. ઝિમ્બાબ્વે(Zimbabwe)ના હાથે શરમજનક પરાજયનો સામનો કરનારી પાકિસ્તાન(Pakistan)માટે હવે સેમીફાઇનલનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. મોટા ભાગના પાક ક્રિકેટર PCB અને ટીમ મેનેજમેન્ટથી ચોંકી ગયા છે અને બાબર આઝમ(Babar Azam)ની ટીકા કરી રહ્યાં છે. અમે તમને જણાવીએ કે હવે પાકિસ્તાનની સેમીફાઇનલમાં પહોંચવાની કેટલી આશા છે. જાણો શું છે પાકિસ્તાનનું સેમીમાં પહોંચવાનું à
02:19 PM Oct 28, 2022 IST | Vipul Pandya
T20 World Cupની આઠમી સીઝનમાં સતત અપસેટ જોવા મળી રહ્યાં છે. ઝિમ્બાબ્વે(Zimbabwe)ના હાથે શરમજનક પરાજયનો સામનો કરનારી પાકિસ્તાન(Pakistan)માટે હવે સેમીફાઇનલનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. મોટા ભાગના પાક ક્રિકેટર PCB અને ટીમ મેનેજમેન્ટથી ચોંકી ગયા છે અને બાબર આઝમ(Babar Azam)ની ટીકા કરી રહ્યાં છે. અમે તમને જણાવીએ કે હવે પાકિસ્તાનની સેમીફાઇનલમાં પહોંચવાની કેટલી આશા છે. જાણો શું છે પાકિસ્તાનનું સેમીમાં પહોંચવાનું à
T20 World Cupની આઠમી સીઝનમાં સતત અપસેટ જોવા મળી રહ્યાં છે. ઝિમ્બાબ્વે(Zimbabwe)ના હાથે શરમજનક પરાજયનો સામનો કરનારી પાકિસ્તાન(Pakistan)માટે હવે સેમીફાઇનલનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. મોટા ભાગના પાક ક્રિકેટર PCB અને ટીમ મેનેજમેન્ટથી ચોંકી ગયા છે અને બાબર આઝમ(Babar Azam)ની ટીકા કરી રહ્યાં છે. અમે તમને જણાવીએ કે હવે પાકિસ્તાનની સેમીફાઇનલમાં પહોંચવાની કેટલી આશા છે. 
જાણો શું છે પાકિસ્તાનનું સેમીમાં પહોંચવાનું સમીકરણ

પાકિસ્તાને ટી20 વિશ્વકપમાં અત્યાર સુધી બે મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કર્યો છે. ગ્રુપ-બીમાં ટીમ ઈન્ડિયા ટોપ પર છે અને તેનો આગામી મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. પાકિસ્તાને દુવા કરવી પડશે કે ટીમ ઈન્ડિયા આફ્રિકાને હરાવે અને પછી પાકિસ્તાન 3 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાને હરાવે. 
ભારતના જાદૂઈ પ્રદર્શનથી આ ટી20 વિશ્વકપમાં પાકિસ્તાનનો માર્ગ સરળ બની શકે છે. સાથે પાકિસ્તાને પોતાની બાકી ત્રણેય મેચ જીતવી પડશે. ત્યારબાદ દુવા કરવી પડશે કે ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકાની ઓછામાં ઓછી બે મેચ વરસાદને કારણે રદ્દ થાય. પાકિસ્તાનના 0 પોઈન્ટ છે અને આફ્રિકા-ઝિબ્બાબ્વેના 3-3 પોઈન્ટ છે. આ ટીમોની ત્રણ મેચ હજુ બાકી છે. 
કોઈ કરિશ્મા પાકિસ્તાનને સેમીમાં પહોંચાડી શકે
વર્તમાન પોઈન્ટ ટેબલમાં ગ્રુપ બીમાં ભારત પ્રથમ સ્થાન પર, આફ્રિકા 3 પોઈન્ટ સાથે બીજા સ્થાને, ઝિમ્બાબ્વે 3 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને, બાંગ્લાદેશ ચોથા, પાકિસ્તાન પાંચમાં અને નેધરલેન્ડ છઠ્ઠા સ્થાને છે. પાકિસ્તાને હવે બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે રમવાનું છે. 
પાકિસ્તાન માટે વરસાદ વિલન બની શકે છે. નેધરલેન્ડ સામે મેચમાં તેણે ગમે તે ભોગે બે પોઈન્ટ હાસિલ કરવા પડશે. પાક ટીમે પાછલા ટી20 વિશ્વકપમાં સેમીફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી. તો પાકિસ્તાનની ટીમ હજુ સુધી ક્યારેય ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટી20 મેચ જીતી શકી નથી. જો વિશ્વકપમાં પાકિસ્તાને ટકી રહેવું હોય તો પહેલાં પોતાની ત્રણ મેચ મોટા અંતરે જીતવી પડશે અને પછી આશા કરવી પડશે કે અન્ય સમીકરણો પણ તેના પક્ષમાં હોય.
આપણ  વાંચો _ ભારતની સતત જીત બાદ પાકિતનના કપ્તાને કહી આ વાત
Tags :
GujaratFirstPakistanSemi-Finalst20worldcup
Next Article