Uttar Pradesh : હિન્દુસ્તાનની પ્રગતિથી પાકિસ્તાન પરેશાન, દુશ્મન દેશનો ભારતને અસ્થિર કરવા પ્રયાસ
ભારતની સતત થઈ રહેલી પ્રગતિથી ફફડી ઉઠેલા પાકિસ્તાને હવે દેશને અસ્થિર કરવા માટે એક અત્યંત ખતરનાક અને નવી રણનીતિ અપનાવી છે. પાકિસ્તાની હેન્ડલરો દ્વારા ભારતીય યુવકોનું બ્રેનવોશ કરી, તેમને ધર્મ પરિવર્તન કરાવી આતંકના માર્ગે વાળવાનું મનસૂબો ખુલ્લો પડ્યો છે.
Advertisement
પાકિસ્તાન હવે સીધી રીતે લડવાને બદલે ભારતના આંતરિક યુવાનોનો ઉપયોગ કરીને 'પ્રોક્સી વોર' ખેલવાની ફિરાકમાં છે. તપાસમાં બહાર આવ્યું છે કે પાકિસ્તાની હેન્ડલરોએ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી હિન્દુ યુવકોને ટાર્ગેટ કર્યા હતા. આ યુવકોનું એટલી હદે બ્રેનવોશ કરવામાં આવ્યું કે વિકાસ 'જાહિદ' બની ગયો અને લોકેશ 'સલીમ' બનીને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયા.

