ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાકિસ્તાન ઈચ્છે છે ભારત સાથે દોસ્તી, કાશ્મીર પર પાક. PMએ કહી આ વાત

પાકિસ્તાનાના (Pakistan) વડાપ્રધાન શાહબાઝ શરીફે (Shahbaz Sharif) ભારત  સાથે શાંતિપૂર્ણ સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કાશ્મીર મુદ્દાનો ઉકેલની સંભાવના વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શાહબાઝ શરીફે સમાનતા, ન્યાય અને પરસ્પર સમ્માનના સિદ્ધાંતો અને કાશ્મીર મુદ્દાના સમાધાનના આધારે ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન પ્રધાનમંત્રી કાર્યા
12:29 PM Aug 19, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાનાના (Pakistan) વડાપ્રધાન શાહબાઝ શરીફે (Shahbaz Sharif) ભારત  સાથે શાંતિપૂર્ણ સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કાશ્મીર મુદ્દાનો ઉકેલની સંભાવના વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શાહબાઝ શરીફે સમાનતા, ન્યાય અને પરસ્પર સમ્માનના સિદ્ધાંતો અને કાશ્મીર મુદ્દાના સમાધાનના આધારે ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન પ્રધાનમંત્રી કાર્યા
પાકિસ્તાનાના (Pakistan) વડાપ્રધાન શાહબાઝ શરીફે (Shahbaz Sharif) ભારત  સાથે શાંતિપૂર્ણ સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કાશ્મીર મુદ્દાનો ઉકેલની સંભાવના વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શાહબાઝ શરીફે સમાનતા, ન્યાય અને પરસ્પર સમ્માનના સિદ્ધાંતો અને કાશ્મીર મુદ્દાના સમાધાનના આધારે ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન પ્રધાનમંત્રી કાર્યાલયના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, શરીફે પાકિસ્તાનમાં નવનિયુક્ત ઓસ્ટ્રેલિયન હાઈકમિશ્નર નીલ હોકન્સની સાથે બેઠક દરમિયાન આ વિચાર વ્યક્ત કર્યો. શાહબાઝ શરીફે (Shahbaz Sharif) કહ્યું કે, પાકિસ્તાન સમાનતા, ન્યાય અને પરસ્પર સમ્માનના સિદ્ધાંતના આધારે ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે. આ સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને કાશ્મીરી લોકોની ઈચ્છાઓ અનુસાર જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) વિવાાદનું ન્યાયીક અને શાંતિપૂર્ણ સમાધાન અનિવાર્ય છે. પાકિસ્તાનના વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે આ સંબંધમાં એક સહાયક ભૂમિકા નિભાવવી પડશે. કારણ કે આ દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ અને સ્થિરતા માટે આવશ્યક છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે પાકિસ્તાનને (India Pakistan Relation) વારંવાર કહ્યું છે કે, આતંકવાદ અને વાતચીત એકસાથે થઈ શકે નહી. ભારતે કહ્યું કે, આતંકવાદ અને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે. ભારત વારંવાર પાકિસ્તાનને કહ્યું કે, કાશ્મીર હમેશાં ભારતનું હતું, છે અને રહેશે. તે દેશનો અભિન્ન અંગ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધો પર પાક PM શરીફનું નિવેદન પાક. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના તે નિવેદન બાદ આવ્યું છે જેમાં નિયાજી ખાને ભારતની વિદેશનીતિના વખાણ કર્યાં હતા.
Tags :
GujaratFirstIndiaIndiaPakistanRelationJammuKashmirPakistanShahbazSharif
Next Article