પાકિસ્તાની રક્ષામંત્રીએ કહ્યું અલ્લાહ કરે યુદ્ધ ન થાય
Pahalgam Terror Attack : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના સંજોગોમાં પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે.
01:31 PM May 01, 2025 IST
|
Hardik Shah
Pahalgam Terror Attack : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના સંજોગોમાં પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે. ખ્વાજા આસિફે મીડિયા સમક્ષ જણાવ્યું કે તેઓ અલ્લાહ પાસે દુઆ કરે છે કે ભારત સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિ ન સર્જાય. તેમણે સંઘર્ષની શક્યતા વધતી હોવાનું સ્વીકારીને કહ્યું કે માત્ર શક્ય કામગીરીની કલ્પનાથી પણ પાકિસ્તાનમાં ફફડાટ પ્રસરી રહ્યો છે. બીજી તરફ, તણાવ ઓસરી શકે તે માટે પાકિસ્તાન અન્ય દેશો સમક્ષ સમાધાન અને દયાની ભાવનાથી અપીલ કરી રહ્યો છે. આ તમામ નિવેદનોમાંથી સાબિત થાય છે કે પાકિસ્તાન હાલ કૂટનીતિ અને રક્ષણાત્મક રીતે ભયભીત સ્થિતિમાં છે.
Next Article