Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતની સરહદમાં ઘુસ્યું પાકિસ્તાની ડ્રોન, BSFએ ધડાધડ ફાયરિંગ કરતા...

જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરી એકવાર ડ્રોન જોવા મળ્યા છે. BSFએ અરનિયા સેક્ટરમાં ડ્રોન જોવા મળ્યા હતા. ત્યારબાદ BSF જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું. આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ ડ્રોન પાકિસ્તાન તરફ જતું જોવા મળ્યું હતું. આરએસ પુરા સબ ડિવિઝનના અરનિયા વિસ્તારમાં સાંજે 7.25 વાગ્યે પાકિસ્તાન તરફથી આવેલું ડ્રોન દેખાયું હતું. તેણે કદાચ આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી ન હતી. બીએસએફ દ્વારà
ભારતની સરહદમાં
ઘુસ્યું પાકિસ્તાની ડ્રોન  bsfએ ધડાધડ ફાયરિંગ કરતા
Advertisement

જમ્મુ-કાશ્મીરની
આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરી એકવાર ડ્રોન જોવા મળ્યા છે.
BSFએ અરનિયા સેક્ટરમાં
ડ્રોન
જોવા મળ્યા હતા. ત્યારબાદ BSF જવાનોએ ફાયરિંગ શરૂ
કરી દીધું. આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ ડ્રોન પાકિસ્તાન તરફ જતું જોવા મળ્યું
હતું. આરએસ પુરા સબ ડિવિઝનના અરનિયા વિસ્તારમાં સાંજે
7.25 વાગ્યે પાકિસ્તાન તરફથી આવેલું ડ્રોન દેખાયું હતું. તેણે કદાચ
આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી ન હતી. બીએસએફ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર
સૈનિકોએ ડ્રોન પર આઠ
રાઉન્ડ ફાયરિંગ કર્યું
, જે પછી તે તરત જ પાછો ફર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે
જમ્મુના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે સાંજે લગભગ
7.25 વાગ્યે ડ્રોન જોવા મળ્યું હતું. બીએસએફના સતર્ક જવાનોએ ડ્રોન
પર ફાયરિંગ કર્યું હતું. ટૂંક સમયમાં ડ્રોન ગાયબ થઈ ગયું.

— ANI (@ANI) May 7, 2022" title="" target="">javascript:nicTemp();

ડ્રોનના સંચાલકોએ તેને
પાકિસ્તાન તરફ પરત ફેરવી નાખ્યું હતું. ત્યારથી આંતરરાષ્ટ્રીય સરહદ પર સતર્કતા વધારી
દેવામાં આવી હતી. વિસ્તારની શોધ કરવામાં આવી રહી છે.
હજુ સુધી કંઈ મળ્યું
નથી. આ પહેલા ઘણી વખત પાકિસ્તાનથી આવતા ડ્રોન આ વિસ્તારમાં જોવા મળ્યા હતા. જો કે
બીએસએફના જવાનોએ
તેમના પર ગોળીબાર કરતા જ તેઓ પરત ફર્યા હતા. જમ્મુમાં શંકાસ્પદ ડ્રોન જોવાની
ઘટનાઓમાં વધારો થયો છે.
જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે.

 

Advertisement
Tags :
Advertisement

.

×