'મેં જહાં જાતી હું આગ લગા દેતી હું ' પાકિસ્તાની ટિકટોક સ્ટારે સળગતા જંગલની વચ્ચે વિડીયો બનાવ્યો
'મેં જહાં જાતી હું આગ લગા દેતી હૂં, પાકિસ્તાની ટિકટોકરે પાકિસ્તાની સોશિયલ મીડિયા સ્ટાર હુમૈરાએ ટિકટોક પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. હુમૈરાના આ વીડિયોમાં જંગલમાં અને તેની પાછળ સળગતા ઝાડ વચ્ચે શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યી છે. Tiktok એક એવું પ્લેટફોર્મ છે, જેણે ઘણા યુઝર્સને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે.પરંતુ કેટલીકવાર કેટલાક ટિકટોàª
07:13 AM May 18, 2022 IST
|
Vipul Pandya
'મેં જહાં જાતી હું આગ લગા દેતી હૂં, પાકિસ્તાની ટિકટોકરે પાકિસ્તાની સોશિયલ મીડિયા સ્ટાર હુમૈરાએ ટિકટોક પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. હુમૈરાના આ વીડિયોમાં જંગલમાં અને તેની પાછળ સળગતા ઝાડ વચ્ચે શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યી છે. Tiktok એક એવું પ્લેટફોર્મ છે, જેણે ઘણા યુઝર્સને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે.પરંતુ કેટલીકવાર કેટલાક ટિકટોકરોને તેમના કન્ટેનના કારણે લોકોના આક્રોશનો ભોગ બનવું પડ્યું છે. પાકિસ્તાની સોશિયલ મીડિયા સ્ટાર હુમૈરા અસગર પણ તેના એક ટિકટોક વીડિયો બાદ લોકોના નિશાના પર આવી છે.
વીડિયો બનાવીને સળગતા જંગલમાં ટિકટોક સ્ટાર ફસાઇ
સોશિય મીડિયા સ્ટાર હુમૈરાએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પાકિસ્તાનના મોસ્ટ ટ્રેન્ડિંગ ગીત પસૂરી પર બનાવવામાં આવ્યો છે. હુમૈરાનો આ વીડિયો જંગલમાં શૂટ થયો છે.અને વિડિયોમાં તેમની પાછળ જંગલના ઝાડમાં જોરદાર આગ દેખાઈ રહી છે. જંગલમાંથી તેનો આ વિડિયો શેર કરતાં, હુમૈરાએ તેને કેપ્શન પણ આપ્યું. સળગતા ઝાડ સાથે વીડિયોની સાથે લખ્યું - 'મેં જહાં જાતી હું આગ લગા દેતી હૂં
સોશિયલ મીડિયા સ્ટાર ટ્રોલ થઈ
વીડિયોમાં હુમૈરા લોન્ગ ગાઉન પહેરીને આગ ઝરતી જંગલની વચેચ્ચો ચાલતી જોઈ શકાય છે. હુમૈરાએ આ વીડિયો માત્ર પબ્લિસિટી માટે હતો, પરંતુ સળગતા ઝાડ સાથે વીડિયો બનાવવા બદલ હુમૈરાને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે.
15 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો
ટિકટોક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમૈરાએ જંગલના ઝાડનો 15 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેના પર વિવાદ અને ટ્રોલ થયા બાદ હુમૈરાની ટીમ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હુમૈરાએ ખરેખર આગ લગાવી નથી અને આ વીડિયો બનાવ્યો છે.
પર્યાવરણ સામાજિક કાર્યકરતા અને ઈસ્લામાબાદ વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ બોર્ડના ચેરપર્સન રીના સઈદ ખાન સત્તીએ જણાવ્યું હતું કે આગને ગ્લેમરાઈઝ કરવાને બદલે તેણે બુઝાવાનો પ્રયત્ન કરવો જોઈએ. હુમૈરા અસગરની વાત કરીએ તો, તેના Tik tok પર 11 મિલિયન ફોલોઅર્સ છે. તેને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો છે.
Next Article