Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Palanpur : પાલનપુરમાં પતિએ પત્નીને 50 હજારમાં વેચી, સાત દિવસ ગોંધી રાખી લઈ જનાર શખ્સોએ ગુજાર્યું દુષ્કર્મ

સાત દિવસ ગોંધી રાખી શારીરિક શોષણ કર્યું હતું. બળજબરીપૂર્વક ઘરેણા પણ કાઢી લેવામાં આવ્યા હતા. થરાદની એક મહિલા અને 3 શખ્સ સાથે સોદો કર્યો હોવાની માહિતી છે.
Advertisement

પાલનપુરમાંથી સભ્ય સમાજને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. નિકેશ પટેલ નામના શખ્સે પોતાની પત્નીનો સોદો કર્યો હતો. જ્યારે પત્નીને લઈ જનાર શખ્સોએ પીડિતા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. સાત દિવસ ગોંધી રાખી શારીરિક શોષણ કર્યું હતું. બળજબરીપૂર્વક ઘરેણા પણ કાઢી લેવામાં આવ્યા હતા. થરાદની એક મહિલા અને 3 શખ્સ સાથે સોદો કર્યો હોવાની માહિતી છે. ચોંકાવનારી વાત એ છે કે પતિએ જ પત્નીનાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે. આરોપી પરિણીત હોવા છતા અન્ય યુવતીઓને ફસાવી હોવાનો પણ ખુલાસો થયો છે. અન્ય સમાજની યુવતીઓને ફસાવીને ભગાડી હતી. આરોપી નિકેશ પટેલની ચોરીના ગુનામાં સંડોવણી હોવાનું પણ ખુલ્યું છે. પોલીસે સમગ્ર મામલે 7 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે..........જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×