ઘેડ પંથકને લઇ Palbhai Ambalia ના મોટા આરોપ, "139 કરોડની જગ્યાએ માત્ર 37 કરોડના ટેન્ડર થયા"
ઘેડના પ્રાણ પ્રશ્નો બાબતે સરકારની કામગીરી પર કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ વેધક સવાલો કર્યા હતા. સરકાર ઘેડ વિસ્તારના લોકોને ઠાલા વચનો આપે છે. કેન્દ્રીય મંત્રી માન્ડવીયા, સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સાથે મળી ઘેડના લોકોને મૂર્ખ બનાવે છે. કેન્દ્રીય મંત્રી, સિંચાઈ મંત્રી, ધારાસભ્યએ ત્રણ ત્રણ પ્રેસ કોંફરન્સ કરી પરંતું કામ શૂન્ય બરાબર છે. ત્રણ પૈકી કોઈ એક નેતાએ જેતપુર ડાંઈંગ ઉદ્યોગના કેમિકલ કચરા બાબતે એક શબ્દ પણ કેમ બોલ્યા નહિ. તેમજ શું આ ત્રણેય નેતાઓ જેતપુર ડાંઈંગ ઉદ્યોગકારોથી ડરી રહયા છે કે હપ્તા મેળવી રહયા છે. સરકાર ઘેડ વિસ્તારના પ્રાણપ્રશ્નો બાબતે 100 કરોડનું જુઠ્ઠાણું ફેલાવી રહી છે. 139 કરોડના ટેન્ડર મંજુર થયાની જાહેરાત સામે માત્ર 37 - 38 કરોડના જ ટેન્ડર મંજુર થયા છે.